________________
૭૯
સ્વાધીનતા: પરમ સુખ થયે. એટલે તને ચગ્ય જાણીને હું જરૂર જવાબ આપીશ. તને જિજ્ઞાસા થઈ એટલે તું જરૂર એગ્ય જ છે. કારણ કે-જીવને જિજ્ઞાસા થવી, જાણવાની ઈચ્છા થવી, એ પણ મહાદુર્લભ છે.
ગીતાજીમાં પણ કહ્યું છે કે-“જિજ્ઞસુપ ચોસ્પિ, રાત્રહ્માતિવતે.'—જેને એગના સ્વરૂપની જિજ્ઞાસા થઈ, એ
જીવ શબદબ્રહ્મને પણ ઓળંગી જાય છે. “શામિચ્છા જિજ્ઞાસા' વસ્તુના સ્વરૂપને-ગુણને જાણવાની ઈચ્છા, એનું નામ જિજ્ઞાસા. એ જિજ્ઞાસા હોય તે મઝા આવે.
તમે વ્યાખ્યાનમાં આવે પણ જિજ્ઞાસાથી આવે ને બેસે તે તમને મઝા આવે. પણ ઊંઘ, ઝોકાં ખાવ, તે મઝા ન આવે. એવાં શ્રોતા હોય તે વકતાને પણ મઝા ન આવે.
શ્રોતા–વકતાના ગુણ આગળ આવે છે. કેટલાંક શ્રોતા વકતાના દોષ જ શોધે. જેમ પેલી ઈતરડી ગાયના આંચળ પર બેસે, પણ એ એનું લોહી જ પીએ. એ દુધ ન પીએ. એમ કેટલાક શ્રોતા વકતાને દેાષ જ શોધતાં હોય છે. એને જિજ્ઞાસા ન હોય. આવાં શ્રોતાને શાસ્ત્રમાં મહિષની-પાડાની–ઉપમા આપી છે. પાડે પાણી તે પીએ, પણ બધું ડહોળી નાખે પછી જ પીએ. ગંદુ કરીને જ પીએ. એના જેવાં આ શ્રોતાઓ હોય છે.
પણ જેને જિજ્ઞાસા હોય, નવું નવું તત્ત્વ મેળવવાની ઈચ્છા હોય, એ શ્રોતા તે "રાત્રઢડતિવર્તતે’ –શબ્દ