________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચને
૮૬
મહારાજને પ્રશ્ન કરે છે કે : મેક્ષમાં ખાવાનું –પીવાનુ કશુ જ નથી, છતાં ત્યાં સુખ શુ? એ મને સમજાવે. ત્યારે હરિભદ્રસૂરિ મહારાજા કહે છે—
किफलो ऽन्नादिसंभोगो ?, बुभुक्षादिनिवृत्तये । तन्निवृत्तेः फलं किं स्यात् ?, स्वास्थ्यं तेषां तु तत्सदा ॥
•
ગુરુમહારાજા શિષ્યને સમજાવે છે કે : જીવને ખાવાની ઈચ્છા કયારે થાય ? ભૂખ લાગે તેા. લાડવા ખાધાં હાય, પેટ ભરેલુ' હાય, તેા ભૂખ નહિં લાગે. એટલે પહેલુ તે ભૂખનુ દુઃખ. પછી ખાય. ખાધાં પછી મળમૂત્રનુ` દુઃખ. એમાં તાવ આવે કે માંદા પડીએ તે ય દુ:ખ. ને કદાચ મરી જઈએ તે ય દુઃખ. એટલે ખાવામાં સુખ તે છે, પણ એ અનેક દુઃખાથી ભરપૂર છે. તે છતાં હું શિષ્ય ! તું કહે છે કે- સિદ્ધના જીવાને ખાવાનું નથી, તે એમને સુખ શુ? તે હવે હું તને પૂછું છું કે- “તેં અન્ન ખાધાં, તે તને સુખ શુ' થયુ? એ કહે.'
ત્યારે શિષ્ય કહે છેઃ ‘વુમુક્ષાવિનિવૃત્તયે’. મને ખાવાની ઈચ્છા થઈ. કડકડતી ભૂખ લાગી. પછી મે' ખાધુ, એટલે મને તૃપ્તિ થઈ. ખાવાની અભિલાષા મટી ગઇ. એ મને સુખ થયું.
ગુરુમહારાજા કહે છે: તારી વાત બરાબર છે. હવેતારી અભિલાષા નિવૃત્ત થઈ, એનુ તને ફળ શુ થયુ... ? એ મને કહે.