________________
મિથિલા ભળે એમાં મારે શું ?
૭૫ મહેલમાં આવીને આવું બેલનાર કેણ છે? એ વિચાર કરતાં હતાં, ત્યાં જ પેલો બે હે ભેજરાજા! તારી આ બધી વાત સાચી છે. તારી પાસે આવી રાણીઓ, આવાં બંધુઓ ને નેકર, આ વૈભવ, હાથી ને ઘડાં બધું ભલે હોય, પણ હે રાજન યાદ રાખજે કે-જ્યારે તારી બે આંખ મીચાઈ જશે–અને જરૂર મીંચાશે જ–તે દિવસે આમાંથી કઈ વસ્તુ તારી નથી. તારી સાથે આવવાની નથી.”
આમ એક જ શબ્દમાં આખા જગતને બોધ આપી દે છે. જન્મે એને મરવું નક્કી છે. વહેલું કે મેડે, છેવટે સો વર્ષે પણ તું ચાલ્યા જઈશ, ત્યારે તારું કાંઈ નથી.
રાજાના હૃદયમાં આ લાગી જાય છે. એ તપાસ કરે છે કે–આ બેલનાર કેણુ છે? ત્યારે પેલે હાજર થાય છે.
રાજા પૂછે છે “તમે કેણ છે? અને અહીં અત્યારે શા માટે આવ્યાં છે ?” પેલે કહે છે : “મહારાજ! વિદ્વાન કવિ છું, અને અહીં ચેરી કરવા માટે આવ્યો છું. ત્યાં તમારી કવિતા સાંભળી એટલે મારાથી ન રહેવાયું, માટે હું આ બોલી ગયો.”
આ સાંભળીને રાજા એને ઈનામ આપીને છોડી મૂકે છે. પણ એને હૃદયમાં બંધ થઈ જાય છે. | માટે જ કીધું છે કે “વા ઢક્ષ્મી –જગતમાં બધું ય ચંચળ છે. નાશવંત છે. મારું કાંઈ નથી, એવી નિષ્કામવૃત્તિ જીવ રાખશે, તે એને સુખ મળશે. અને આવું સુખ–પરમસુખ–મેક્ષમાં જ છે.