________________
૫૭
કરે તૃપણા ! હવે તે છોડ
ત્યારે પૂછે છેઃ અમને ડુંક તે કહો. જેથી અમને પણ ખબર પડે કે આ તૃષ્ણા કેવી છે?
ત્યે ત્યારે કહું છું: उत्खातं निधिशङ्कया क्षितितलं ध्माता गिरेर्धातिवो निस्तीर्णः सरितां पति ने पतयो यत्नेन सन्तोषिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने क्षपाः प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुञ्च माम् ॥
હે તૃણા! હવે તે મને છોડ. મારી વાંહે ક્યાં સુધી તારે લાગવું છે? તારે માટે મેં કંઈક કાળાં કામ કર્યા. ઘણું મહેનત કરી. તે ય કંઈ ન મળ્યું. માટે હવે તે મને છેડ.
ત્યારે કેઈ પૂછે છે: તમે એને માટે શું કર્યું? એ તે કહો.
એ જ કહે છે કે મહાત્મા મળ્યા. કેઈ સાધુફકીર મળ્યાં. એમણે કીધું કે ઘરમાં આ ખૂણામાં બેદ. પેલે ખૂણે
દ. આ ઠેકાણે ખેદ. આ જમીન છે. અહીં નિધાન હશે. આ જગ્યામાં નિધાન હશે. અને એની આશાએ મેં જમીનની જમીને, ઘરોના ઘરો, ને બધું છેદી નાખ્યું. પણ કાંઈ ન મળ્યું.
વળી કેક કહે: ‘તું આબુ પર્વત પર જા. ગિરનારમાં જા. હિમાલયમાં જા. ત્યાં અનેક જાતની વનસ્પતિઓ છે. કેટલીય ધાતુઓ છે. એથી તેને ત્યાં સુવર્ણસિદ્ધિ મળશે.” મેં એ ય કર્યું, પણ તે ય કંઈ ન મળ્યું