________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન કયાં થાય? જ્યાં પૂર્ણતા ન હોય ત્યાં જ થાય. પૂર્ણતા હોય ત્યાં નહિ થાય.
એ આશા કેવી છે? તે કહે છે કેआशाया ये दासा, स्ते दासाः सर्वलोकस्य । લાશ ચેષાં રાણી, પt રાસાચતે ઢોવ
જગતમાં આશાને જે ગુલામ છે, તે આખા જગતને ગુલામ છે. કડપતિ હય, અમલદાર હોય, સાધુ-સંત કે ફિકીર હોય, ગમે તે મહાન હોય, પણ જે એને આશા હોય તે સમજજે કે એ જગતને ગુલામ છે.
અને આશાને જેણે ગુલામડી બનાવી છે—બેસી જા નીચે, મારે તારું (આશાનું) કામ નથી, મેં પૃહા કાઢી નાખી છે. મારે તે મારા આત્માની-આત્મસ્વરૂપની જ અભિલાષા છે.”—એની પાસે જગત આખું ગુલામ છે. તારી પાસે આશા હશે તે તું જગતને ગુલામ બનીશ. અને તેં આશાને ગુલામડી બનાવી હશે તે જગત તારું ગુલામ બનશે.
અને આ આશા કેણ છે? ખબર છે? ‘તૃષ્ણા રાંડ ભડકી જાઈ રાંડ અને ભાંડ ભેગાં થયાં ત્યારે આ તૃષ્ણ જન્મી છે.
ત્યાં ભર્તુહરિ મહારાજા એનાથી કંટાળીને બોલે છે કે હે તૃષ્ણ! હવે તે મને છેડ. તેં મને ઘણે હેરાન કર્યો છે.
ત્યારે પૂછે છે તમને વળી તૃષ્ણએ શું હેરાન કર્યા? એટલે કહે ઘણું કર્યું. એનું કેટલું વર્ણન કરવું?