________________
પરાધીનતા: પરદુ:ખ પણ મારી તે એક જ ઈચ્છા છે કે આ બધાં દુઃખમાંથી. હું નીકળું, અને મને એવું સુખ મળે કે જેમાં ફરી કઈ દિવસ દુઃખ ન આવે. જ્યાં જન્મ નથી, જરા નથી અને મરણ નથી, એવું સુખ મારે જોઈએ છે. આ સંસારમાં એ. ત્રણે છે. એ માટે જ સંસારને દરિયાની ઉપમા આપી છે. અહીં તે જેમાં કઈ જન્મ, કઈ ઘરડાં થાય, કેઈમરે, એ રૂપ પાણીના પ્રવાહના ઉપદ્ર નથી. તેવું જે પદ–પરમ આનંદરૂપ શુદ્ધ પદ–છે તેની જીવને ઈચ્છા થાય છે.
ત્યારે કોઈ પૂછે છે ત્યાં ખાવું, પીવું, રહેવું વગેરે કાંઈ નથી, છતાં ત્યાં સુખ છે, એ કેમ મનાય?
ત્યારે કહે છે કે હા, ત્યાં સુખ છે. તે ખાવામાં, ભેગ ભેગવવામાં, સ્ત્રી અને દીકરામાં, ને લક્ષ્મીમાં સુખ માન્યાં. પણ એ સદાકાળ રહેવાના નથી. એ દુઃખથી ભરેલાં છે. અને એ બધું મળ્યા છતાં ય આગળ વધુ મેળવવાની તૃષ્ણા વધ્યા જ કરશે. પણ આ તે સત્કૃષ્ટ સુખ છે. એ મળ્યા પછી બીજાં સુખની અભિલાષા નથી. થવાની. અને એ કઈ જાતના દુઃખથી મિશ્રિત નથી.
આવું સુખ મેળવવા માટે શું કરવું જોઈએ?
પિતે પરના ઉપકાર માટે પ્રયત્ન કરવું જોઈએ. પરનો ઉપકાર કરવા માટે જ દેવવાચક ગણિએ આ સૂત્ર બનાવેલ છે.
પપકારમાં એવું શું છે? એમાં એવાં કયા ગુણે. ભર્યા છે, કે જેથી આ મેલ પણ મળે છે?