________________
પરાધીનતા: પરદુ:ખ માયા કરે, અઢારે પાપસ્થાનક સે, ત્યારે માંડ એ લક્ષ્મી મળે છે. તડકે, ટાઢ ને વરસાદ એવું તે કેટલું ય સહન કરે, ત્યારે લક્ષ્મી મળે. આમ લક્ષમી મેળવવામાં દુઃખ. મળ્યાં પછી એને સાચવવાનું દુઃખ. કઈ રાજા લઈ જાય, કેઈ લૂંટી જાય, કોઈ ખાઈ જાય, કદાચ લક્ષ્મી નાશ પામે, તે ય દુઃખ. તું લક્ષ્મીને મૂકીને મરી જાય તે ય દુખ. હાય હાય, આટલી લક્ષ્મીને છોડીને જવું પડશે? અને કદાચ લક્ષમી તને મૂકીને ચાલી જાય, તે ય દુખ જ છે.
કારણ કે લક્ષ્મી તે ચંચળ છે. ઘરે ઘરે ને ઠેર ઠેર એ ભટકે છે. આજે આને ઘેર, તે કાલે વળી બીજાના ઘેર. આજે આને કરોડપતિ બનાવ્યું, તો કાલે વળી બીજાને બનાવશે. આમ એ ચંચળ છે. સ્થિર નથી. બધે ભટકતી. જ ફરે છે.
જગન્નાથજીમાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ લાકડાની છે. એની સ્તુતિ કરતાં એક મહાત્મા જીવને બંધ આપવા માટે કહે છે કે હે ભગવાન! તમે મહાન છે, ભગવાન છે, છતાં તમે લાકડું કેમ બની ગયાં ?” ત્યાં જવાબમાં કહે છે
एका भार्या प्रकृतिमुखरा चञ्चला च द्वितीया पुत्रस्त्वेको भुवनविजयी मन्मथो दुर्निवारः । शेषः शय्या, शयनमुदधौ, वाहनं पन्नगारिः स्मारं स्मारं स्वगृहचरितं दारुभूतो मुरारिः ॥
શ્રી કૃષ્ણને બે સ્ત્રી હતી. એક સ્ત્રીનું નામ સરસ્વતી અને બીજીનું નામ લક્ષ્મી. શ્રીકૃષ્ણ કહે છે કે આ ચરણતી