________________
પર
|
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કલાક સંસારમાં જ રચ્યાપચ્યાં છીએ. અમારે સમય કયાંથી કાઢ? માટે જેમ બને તેમ ટુંકામાં—એક જ શબ્દમાં અમને સુખ ને દુઃખનું લક્ષણ જલદી કહી દો. - મહાત્મા કહે છેઃ ભાઈ! એમ તે એમ. અમારે તે ધર્મ છે કે જે જીવ જે રીતે બોધ પામે તેને તે રીતે બંધ પમાડ. તને દુકામાં કહી દઉં. સાંભળઃ “સર્વ પરવર ટુર્વ, સર્વમાનમાં મુહમ્” દુનિયામાં જેટલું પર ધીન એટલું દુઃખ, અને સ્વાધીન એટલું સુખ
મેક્ષમાં કેઈની સ્પૃહા નથી, કેઈની પરવશતા નથી, માટે ત્યાં સુખ છે. અને સંસારમાં ખાવાનું સુખ, દીકરાનું સુખ, પૈસાનું સુખ, બંગલાનું સુખ, સ્ત્રીનું સુખ, એમ બધાં સુખે છે, પણ એ કયારે? એ બધું હોય છે. સ્ત્રી હોય તે સ્ત્રીનું સુખ. ન હોય તે કાંઈ નહિ. એટલે આ બધાં સુખે આ બધાને આધીન છે, પરાધીન છે, માટે તે દુઃખ છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે- સર્વ પરવાં ટુa.
કાલે જ કહ્યું હતું કે તે લક્ષ્મીમાં સુખ માન્યું. એ લક્ષ્મીનું સુખ જરૂર છે, પણ એમાં અનેક જાતના દુખે રહેલાં છે, એમાં ક્ષણિક સુખ છે, વધુ દુખ છે.
આત્માએ સ્ત્રીનું સુખ માન્યું. પણ એ સ્ત્રીને પરણવાનું દુઃખ. પરણ્યાં પછી એને સાચવવાનું દુઃખ. એ માંદી પડે તે દુઃખ. તું માંદ પડે તે દુઃખ. તને મૂકીને એ મરી જાય તે દુઃખ, ને તું એને મૂકીને મરી જાય તે ય દુઃખ