________________
પરાધીનતા: પરમદુઃખ
-૩૫ શાસનમાં રહેલાં છ કેવાં થાય છે? તે કહે છે કે 'सिझति बुझंति मुच्चंति, परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करंति'.
જે જીવે આ પરમાત્માના પ્રવચનમાં રહ્યાં છે, તે જરૂર મોક્ષને પામશે. આ ભવમાં કે પરભવમાં, કાં તે ત્રીજે ભવે, અને છેવટે સાતમે ભવે તે એ જરૂર પ્રતિબંધ પામીને સિદ્ધિ ગતિમાં જશે જ. એને કેવળજ્ઞાન પણ થશે. એ જ સર્વદુઃખને નાશ પણ કરવાના, અને સર્વ કર્મથી મુકત પણ જરૂર થવાના છે. એનું કારણ જે કઈ હોય તે તે પરમાત્માનું વચન જ છે. માટે જ યશોવિજયજી મહારાજ જેવાએ પણ એ વચનના રાગની જ માંગણી કરી છે.
હેમચન્દ્રસૂરિમહારાજા પણ જયાં ભાવના ભાવે છે, ત્યાં કહે છે કે “પ્રભાતમાં આ એકજ ભાવના ભાવજે. બીજું બધું પછી કરજે.–
'जिनधर्मविनिर्मुक्तो. मा भुवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः॥"
હે જિનેશ્વર ! હું ભવાન્તરમાં ગમે તે સ્થિતિમાં મૂકાઉં, ગમે ત્યાં જાઉં, કદાચ ચકવતીપણું પણ મને મળી જાય, પણ જે તારે ધર્મ ન હોય, તે એ મારે નથી જોઈતું. પણ જે તારે ધમ મળતો હેય, અને કદાચ લક્ષમી ન મળે, સમૃદ્ધિ ન મળે, તે એ બધાંની મારે જરૂર નથી. મારે નેકરીઓ કરવી પડે, દાસપણું ભેગવવું પડે, તે ભલે. પણ હે પ્રભે! તારા ધર્મની અટલ શ્રદ્ધા અને ભવભવ મળજે. બીજી મારે કાંઈ જરૂર નથી.