________________
શ્રી નદિ સૂત્રનાં પ્રવચને કહ્યું છે. આવી દઢ રુચિ અને રાગ – બીજું કાંઈ પણ ન કરે તે પણ- તું ન છેડીશ. ગમે તેવા ત્રાસ પડે, ભયના કારણે આવે, કે આપત્તિઓ આવે તે પણ ન છેડીશ.
સીમંધરસ્વામીના સ્તવનમાં પણ એ જ કહ્યું છે કેઃ તુજ વચનરાગ સુખ આગળ, નવિ ગણું સુરનર શર્મો રે, કેડિ જે કપટ કેઈ દાખવે, નવિ તજું તે ય તુજ ધર્મ રે
સ્વામિ! સીમંધરા ! તું .... હે પ્રભે! તારાં પ્રવચનને જે પ્રેમ મારા હૃદયમાં રહ્યો છે; તારા આગમ પ્રત્યે, તારાં શાસન પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે જે અગાધ પ્રેમ અને રાગ મારા હૃદયમાં વસે છે, એ બીજે કયાંય નથી. અને એ તારાં વચનની શ્રદ્ધાથી જે આનંદ અને સુખ મને થાય છે, એની આગળ દેવનાં, મનુષ્યને ને રાજાના સુખો કઈ ગણતરીમાં નથી.
કેઈ આવીને મને છેતરવાનો પ્રયત્ન કરે, કદાચ કરડે માયાજાળમાં ને પ્રપંચમાં મને ફસાવે કે “તું આ શું લઈને બેઠે છે? આ ધર્મમાં તે અનેક દોષે ભર્યા છે, માટે તું એને છોડી દે.” આમ મને કદાચ કેઈ ફસાવવા આવશે, તે પણ હે પ્રભે! મારા જીવનમાં તાર ધર્મ જે મને મળે છે, એની શ્રદ્ધા મને મળી છે, અને એને મને જે આનંદ મળે છે, તેને હું કેઈ દિ નહિ છોડું તારા, વચનના રાગથી મને કેઈ ડગાવી નહિ શકે. કારણ કે–તારે ધર્મ મારા હૃદયમાં આવ્યો, એટલે તું જ આવ્યું. પછી મારે તેના બાપની બીક છે?