________________
૧૮
શ્રી નંદસૂત્રનાં પ્રવચન સૂર્યને પ્રકાશ તે હણાય છે. કેઈ ડુંગર આડે આવી જાય, ભીંત આવી જાય, તે તે અવરાઈ જાય છે. પણ ભગવાનને પ્રકાશ તે કેવળજ્ઞાનને પ્રકાશ છે. કેઈનાથી એ હણાય તેમ નથી. ગમે તેવા કિલલા આડી આવે, ડુંગર આવે. ભીંત આવે, પણ ભગવાન તે “જcqહિનાનકંસા ધરાળ – અપ્રતિહતા -કદી કેઈનાથી ન હણાય—અને ક્યાંય પણ ન ઢંકાય એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનના પ્રકાશને ધારણ કરનારા છે.
વળી ભગવાન નિત્યોહિત _સદા ઉદયવાળાં છે. આ સૂર્યની તે ત્રણ ગતિ છે : ઊગવું, તપવું, ને આથમવું. પણ ભગવાનના જ્ઞાનદર્શન તે હંમેશા ઉદયવાળા જ છે. અને સ્થિર” કહેતાં ભગવાનરૂપી સૂર્ય સ્થિર છે. આ સૂર્યને તે હંમેશા ભમવાનું હોય છે. રાત ને દિવસ-૬૦ ઘડી–નું પરિભ્રમણ એને કરવાનું છે. આજે મેષ રાશિમાં હોય, તે કાલ વૃષભ રાશિમાં, પછી મિથુન રાશિમાં, એમ કરતાં વળી પાછે મેષ રાશિમાં, આમ એનું પરિભ્રમણ ચાલુ જ છે. એની ગતિમાં ય ફેરફાર છે, ઓછીવત્તી ગતિ થયા કરે છે. અને ભગવાન તે સદા સ્થિર છે. એમને ભ્રમણ નથી કરવાનું. ચલાયમાન પણ નથી થવાનું. અને આ જગતના સૂર્યને તે તાપ લાગે છે. જ્યારે ભગવાનરૂપી સૂર્ય તે એકાંતે “નિરતાપ –શીતળ છે.
દુનિયામાં તાપ ત્રણ જાતના છે. એક આધ્યાત્મિક તાપ, બીજે આધિભૌતિક તાપ અને ત્રીજે આધિદૈવિક તાપ. તાપ એટલે દુઃખ. આધિભૌતિક દુખ એટલે શરીરસંબંધી