________________
૧૩
નહિ એટલે આનંદ સ્થિરતા, આ તમામ પદાર્થોને સ્વભાવ છે. આને ત્રિપદી કહેવાય. “ત્રવાળાં પાનાં સમાણાત્રિાસી' –ત્રણ પદને સમુદાય, તે ત્રિપદી કહીએ.
આમ અરિહંત મહારાજા અર્થથી ગણધરને દ્વાદશાંગી કહે. અનેકષ્ટબુદ્ધિ-બીજબુદ્ધિના ધણું ગણધરભગવંતે – જેમ એક બીમાંથી લાખે દાણાં થાય છે તેમ ગણધર ભગવંતેના કોઠામાં બીજની જેમ બુદ્ધિ ભરી જ હોય છે, આ નિમિત્ત મળે એટલે તે ઉદ્દબુદ્ધ થાય, એટલે તેઓ સૂત્રાગમની રચના કરે.
ભગવાને પિતે અર્થથી આગમ કહ્યો, માટે તે ભગવાન માટે આત્માગમ થયે. અને ભગવાન સૌથી પ્રથમ ગણધર ભગવંતેને જ એ આપે, વચ્ચે બીજા કેઈને નહિ, તેથી ગણધરેને માટે તે અનંતરાગમ કહેવાય. અને ગણધર ભગવંતે પરંપરાએ કહે, તે પરંપરાગમ (આપણને હોય).
એ પ્રમાણે ગણધર સૂત્રાગમ ગૂંથે, માટે તેમને તે આત્માગમ કહેવાય. ગણધર ભગવંત જંબુસ્વામીને સર્વ પ્રથમ આપે, તે તેમને અનંતરાગમ થાય. અને આપણને તે પરંપરાગમ કહેવાય.
આપણને તે પરંપરા એ જ પ્રમાણ છે. જગત કહે છે કે-સિદ્ધગિરિ આ છે. પણ તે ભગવાને જાતે દેખાડ્યો છે? ના. તો આપણે કેમ માનીએ છીએ? પરંપરાથી જ. માટે આપણે તે પરંપરા