________________ કલ્યાણમંદિર સ્તોત્ર 13 ભાષામાં કરેલી છે, કે જે ભાષા ઉપર તેમને વિશેષ પ્રકારને પક્ષપાત તથા અસાધારણ કાબૂ હતાં. અર્ધી મૂળ સંસ્કૃત કડી સાથે તેને ગુજરાતી અનુવાદ પણ લીધેલ છે. આ ગુજરાતી અનુવાદ શ્રી હરજીવન રાયચંદ શાહે કર્યો છે. તેમને તે માટે આભાર. કલ્યાણ મંદિર સ્તોત્રની રચના શ્રી સિદ્ધસેન દિવાકરે ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કરી છે. પ્રભુ પ્રત્યક્ષ હોય અને સામે બેસીને હૃદયમાં ઉઠતા ભાવે અસરકારક વાણીમાં પ્રગટ થતાં હોય એવા શુદ્ધ વાતાવરણમાં આ રચના વાંચતી કે સમજતી વખતે મૂકાતા હેઈએ એ અનુભવ થાય છે. આ સ્તંત્રમાં આરંભમાં મંગલાચરણ, રચનાને હેતુ, રચના કરવામાં પિતાને પોતાની અનુભવાતી અલ્પતા, છતાં પ્રભુના ગુણે જણાતાં પ્રસરત અદમ્ય ઉલ્લાસ પ્રગટ કરવાની તીવ્ર ઝંખનાને કારણે થતી રચના, પ્રભુ ભક્તિનું મહાભ્ય, પ્રભુને પ્રગટેલા અતિશયે, પૂર્વે ન કરેલી ભક્તિને પશ્ચાત્તાપ, અને અંતમાં પ્રભુનું ગ્રહણ કરેલું અનન્ય શરણ ભાવિમાં કયારેય ન છૂટે તેવી ભાવભરી વિનંતિ તથા આ કાવ્ય અને આ માર્ગની ફલશ્રુતિ અપાયાં છે, અને આ કમ ભવ્ય જીવને ભાવ જાગે તે આત્મદશામાં આગળ વધારે તેવો છે તે તેને અભ્યાસ થતાં સમજાય છે. આટલું વિચારી હવે તેત્રના અભ્યાસ પ્રતિ આપણે આગળ વધીએ. મૂળ તેત્રની રચના શ્રી સિદ્ધસેન દિવાકરે વસંતતિલકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust