________________ કલ્યાણમંદિર સ્તોત્ર અને આ જ હેતુથી તેમણે સ્તુતિ રચી જણાય છે. પરિણામ તે જાહેર છે. તેમના ઉપર આવેલ બાર વર્ષના સંઘ બહાર રહેવાના ફરમાન તથા શિવ મંદિરમાં ઉપસર્ગ થવાની તૈયારીને અંત આવે છે અને ત્યાં જ ધન્યતા છે. આ પછીની એટલે કે દશમી કડીથી, સામાન્ય રીતે સમજમાં ન ઉતરે એવા વિરોધી જણાતાં પ્રસંગે અન્ય અપેક્ષાથી કેટલા સત્ય હોય છે તે વિશદતાથી આચાર્યજીએ પ્રભુજીની બાબતમાં જણાવ્યું છે. વિરેપ વિશે આશ્ચર્ય બતાવી, તેનું કેવી અપેક્ષાથી સમાધાન કર્યું છે એ સમજવામાં ખૂબ આનંદ આવે એમ છે. જુઓ– त्व तारको जिन कथ भविनां त एव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः / यद्वा दृतिस्तरति यज्जलमेष नूनम् अंतर्गतस्य मरूतः स किलानुभावः / / 10 તારક તમે જિનરાજ ! કેવી રીતથી સંસારીના, તમને હદયમાં ધારી ઉલટા તારતા સંસારી; આશ્ચર્ય છે પણ ચમકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. 10 પ્રભુના ગુણે વર્ણવવામાં પોતાને જણાતી મર્યાદાઓ દર્શાવ્યા પછી, પ્રભુના એક ગુણને સંભારતાં, પિતાને વર્તતું આશ્ચર્ય આચાર્યજી આ કડીમાં પ્રગટ કરે છે. તેઓ પ્રભુને ઉદ્દેશીને કહે છે કે, “હે જિનરાજ! તમે ભવિજનના તારક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust