________________ 186 કલ્યાણમંદિર સ્તોત્ર પાર્શ્વનાથ પ્રભુનો જીવ ક્ષમાભાવ ધારણ કરી વેર મિટાવવા પ્રયત્ન રહેતું હતું. આ પ્રમાણે પાંચ ભવ સુધી ચાલ્યું. પ્રભુના જીવે સમભાવ ધારી નિર્વેરવૃત્તિ ધારણ કરી. પણ ભાઈના જીવને એથી વેર શમન થવાને બદલે વેર વિશેષ ને વિશેષ ઉદ્દીપ્ત થતું ગયું. આથી આ વેર પાર્શ્વનાથ પ્રભુના અંતિમ ભવ સુધી રહ્યું. પાર્શ્વનાથ પ્રભુના અંતિમ ભવે તેના પૂર્વને ભાઈને જીવ દૈત્ય” રૂપે કમઠ નામથી રહેતે હતો. આથી એ નિ અનુસાર બીજાને ઉપસર્ગ કરવાની શક્તિઓ તેનામાં વિશેષતાઓ પ્રગટી હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા લીધા પછી મેક્ષપ્રાપ્તિ માટે આરાધના કરતા હતા, ત્યારે પૂર્વ વૈરના ઉદયને કારણે દૈત્ય બનેલા કમઠે પ્રભુને ઘણું ઉપસર્ગ કર્યા હતા, અને તેમને હેરાન કરવાને કઈ ઉપાય બાકી રહેવા દીધું ન હતું. આ ઉપસર્ગો પ્રભુને હાનિકારક નીવડવાને બદલે દૈત્યને પિતાને જ હાનિરૂપ નીવડ્યા હતા. દૈત્યે કરેલા ઉપસર્ગના પ્રસંગેના સંદર્ભમાં આ કડીઓ રચાઈ છે. આવા ઉપસર્ગને એક પ્રકારને વર્ણવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે નાથ! કમઠ નામના શઠ દૈત્યે ક્રોધાયમાન થઈને આકાશને ઢાંકી દે એટલી બધી ધૂળ ઉડાડી, પણ તેથી કરીને આપની તે છાયા સરખી પણ ઢંકાઈ નહિ, ઉલટો નિરાશ થયેલે તે દુષ્ટ જ તેનાથી ગ્રસિત (મલિન) થયે હતા.” . - શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષિત થયા પછી પંચમજ્ઞાન પ્રગટાવવા માટે ભવ્ય પુરુષાર્થ કરતા હતા ત્યારે દૈત્ય કમઠને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust