________________ કલ્યાણમંદિર સ્તોત્ર 191 આ પ્રસંગ અને તેમને સમભાવ માનસચક્ષુ સમક્ષ ચિત્રિત કરીએ છીએ ત્યારે આ વચનનું રહસ્ય સમજાઈ શકે તેમ છે. ધરણેન્દ્રના રક્ષણને કારણે તથા પ્રભુના અત્યુઝ પુરુષાર્થને કારણે, પ્રભુને બરાબર હેરાન કરવાની કમઠાસુરની ભાવના લેશ પણ બર આવી નહિ. તેનો બીજે ક્રૂર ઉપસર્ગ પણ નિષ્ફળ ગયે. અંતે થાકીને તેણે વરસાદ ઓકવાનું કાર્ય બંધ કર્યું. અને પાછું ઉતર્યા પછી જ ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. પ્રભુને વિક્ષેપ કરવાના હેતુથી થયેલે ઉપસર્ગ નિષ્ફળ ગયે, પણ એ જ ઉપસર્ગો કમઠની બાબતમાં જુદું જ પરિણામ બતાવ્યું. તે ઉપસર્ગ પ્રભુને બદલે કમઠને જ અનર્થરૂપ નીવડ્યો. તે બીજી બે પંક્તિઓ બતાવે છે: તેણે અહે! જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીક્ષણ બૂરી તલવાર કેરું કામ તે સાચું કર્યું.” પ્રભુ ઉપર વેર લેવા માટે ભયંકર કષાયભાવને આશ્રય કરનાર કમઠ અનંતાનુબંધી કર્મના પંજામાં બરાબર સપડાયે. જેમ જેમ તે પ્રભુને પરેશાન કરવાના ભાવ તીવ્ર ને તીવ્ર કરતો ગયે, તથા તે માટેની પ્રવૃત્તિ કરતે ગયે, તેમ તેમ તેને મેહનીય કર્મની પ્રબળતા વધતી ગઈ, અને અનંતાનુબંધી ચેકડીના થર પણ વધતા ગયા. વળી પ્રભુને દ્રવ્યથી પરેશાની કરી લેવાથી કમઠની ભાવિ નરક ગતિ પણ નિશ્ચિત બની, અને અકલપ્ય દુઃખ ભેગવવાનું ભાવિ, આ ઉપસર્ગના પરિણામે તેના માટે નિર્મિત થઈ ચૂકયું. આ રીતે જોતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust