________________ 196 કલ્યાણમંદિર સ્તોત્ર કારણ કે તેને પ્રભુને ચલાવવાની જીદ ચડી હતી. કમઠે નવા ઉપાય તરીકે પિતાના તાબામાં રહેલા પિશાચના સમૂહને જ પ્રભુને હેરાન કરવા મોકલ્યા. અત્યાર સુધી પ્રભુને હેરાન કરવા માટે તે નિર્જીવ સાધન અથવા એકેન્દ્રિયનો આશ્રય લેતો હતો, પણ પિતાનું બળ વધારવા હવે તેણે ભુવનપતિ ગતિના તથા અશુભ કૃમાં જ રાચનારા સંસી પંચેન્દ્રિય એવા પિશાચેને આશ્રય લીધો. શુભ કે અશુભ ફળ આપવાની શક્તિ એકેન્દ્રિય કરતાં સંજ્ઞી પ ચેન્દ્રિયમાં અનેકગણું હોય છે, કારણ કે પિતાના વીર્યના ઉઘાડને કારણે જ તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામે છે. તેમાંય ભુવનપતિ તરીકે ઓળખાતી દેવગતિમાં રહેલા પિશાચે બીજાને પરેશાન કરવામાં, દુઃખ આપવામાં જ આનંદ માનનારા હોય છે. તેમ વર્તવામાં જ તેમને શાંતિ લાગતી હોય છે. આ પિશાચે દેખાવમાં ખૂબ જ બિહામણા તથા ભયાનક હોય છે. સામાન્ય જીવ તો તેની ભયાનકતાના દર્શન કરતાં જ ભયના માર્યા દેહ ત્યાગી જાય. - પિશાચ ખૂબ જ ડરામણું લાગે. તેના માથા ઉપર ઊંચા ઊંચા, બરછટ વાળ લટતાં હોય છે. તેમના ગળામાં મૃત મનુષ્યની ખોપરીમાંથી બનાવેલી લાંબી માળા લટકતી હોય છે, મોઢામાંથી લાવારસની જેમ અગ્નિ વરસતે હોય છે. તીર્ણ ધારવાળા દાંત બહાર દેખાતા હોય છે. આવા અનેક પિશાચના સમૂહને પ્રભુને ડરાવવા તથા દુઃખ આપવા કમઠે રવાના કર્યા. આવા એક પ્રેત કે પિશાચના દર્શન માત્રથી જીવ ભય પામી, તેની સામેથી નાસી છૂટવા ઇચ્છે તે જ્યાં આવા પિશાચેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust