________________ કલ્યાણમંદિર સ્તોત્ર 197 આ સમૂહ સામે ઈરાદાપૂર્વક આવી પડ્યો હોય ત્યારની તે વાત જ શી કરવી? અગ્નિ ઓક્તા પ્રેતેને સમૂહ સામે આવે ત્યારે તેના દેખાવની ભયંકરતા બાજુએ રાખીએ તે પણ તે અગ્નિને કેટલે તાપ સહન કરવું પડે? પિતે ભરખેલા મનુષ્યની ખોપરીની માળા પહેરી આ પ્રેત આવે ત્યારે તેની સામી દષ્ટિ કરનાર મનુષ્યની કેવી દશા થાય! અને આ બિહામણપણામાં વિકૃત મુખ તથા વાળની ભયંકરતા સહાય કરતા હોય! તેમના દ્વારા થતા ઉપસર્ગની ઉત્કૃષ્ટતાની તે માત્ર કલ્પના જ કરવાની રહે છે, તેની તીવ્રતા સમજવા માટે. આમ છતાં આ ઉપસર્ગથી પ્રભુ પાર ઊતર્યા હતા, તેઓ તે ઉપસર્ગને કારણે જરાય ભયભીત થયા નહોતા અને ધ્યાનથી લેશ પણ ચલિત થયા નહોતા. પ્રેતને સમૂહ વિવિધ રીતે પ્રભુને હેરાન કરતે હોવા છતાં તેમની વૃત્તિ જરાય ડગી નહોતી, અને નહેતા આવ્યા જરાય કષાયભાવ. વળી થતા ઉપસર્ગને પ્રતિકાર કરવાની શક્તિ પ્રભુને પ્રાપ્ત થઈ હોવા છતાં, પ્રતિકાર કરવાનો ભાવ સુદ્ધાં પણ તેમણે નહોતે કર્યો. તેઓ તે સર્વશ્રી પર બની વિશુદ્ધ આત્મા કરવાના પુરુષાર્થમાં જ રત રહ્યા હતા. આથી ઉપસર્ગની અસર ન થતી જોતાં હારેલે, થાકેલે પ્રેતેને સમૂડ પાછે સ્વસ્થાને ચાલી ગયા અને પ્રભુને આત્માની ઉજજવળતા બક્ષતે ગયે. આ પ્રેતેને સમૂડ તત્ત્વની દષ્ટિએ જોતાં કમઠને અતી તીવ્ર બંધનનું કારણ બન્યો. રૌદ્ર પરિણામથી ભરેલા કમઠના આત્માને અનંતાનુબંધી કર્મોને ખડકલે થઈ ગયા. અને અનંતકાળનું પરિભ્રમણ તેના માટે નિશ્ચિત થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust