________________ કલ્યાણમંદિર સ્તોત્ર 205 નથી. આથી આચાર્યજી સ્પષ્ટ કરે છે કે, ત્રણે સમયે, રોજ નિયમપૂર્વક યથાવિધિ જે ભવ્ય પ્રભુની પૂજા કરે છે, તેઓ ધન્ય છે ત્યારે થાય છે કે જ્યારે એ પૂજા કરતી વખતે તેમનું ચિત્ત પ્રભુના ચરણમાં જોડાયેલું રહે છે. પ્રભુ પૂજા કરતી વખતે મનમાં અન્ય ભાવ કે વિચારોને સ્થાન ન હોય, પણ માત્ર પ્રભુના ગુણો અને આત્માની ઉન્નતિ વિશેની ભાવના જ રમમાણ રહ્યા કરતી હોય. આમ બને ત્યારે જ પ્રભુની સાચી પૂજા થાય. તેમાં જ્યાં ઉણપ ત્યાં પૂજાની ઉણપ. આ બધું કરે ત્યારે જીવ ધન્ય બને છે એમ આચાર્યજીએ કહ્યું. તે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે અહીં “ધન્યતા” શબ્દ શું સૂચવે છે? જે જીવ પિતાને આરાધ્યદેવને સાચી ભક્તિથી પૂજે છે તે જીવ, પિતાના આરાધ્યદેવ સમાન અદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અહીં આરાધ્યદેવ સર્વજ્ઞ પ્રભુ છે. એટલે તેમની આરાધના કરનાર તેમના સમાન બનવાનું છે તે નિશ્ચય છે. અને એના જેવા થવાનું અભયવચન પ્રાપ્ત થવું એ જ ધન્યતા છે. અર્થાત્ સર્વજ્ઞની સાચી ભક્તિ કરવાથી સર્વજ્ઞ સમાન થઈ શકવાનું છે એ જ ભક્તને વચન મળે છે, અને તેમાં જ તેની સાચી ધન્યતા રહેલી છે. અને એ ભાવિ સિદ્ધિના આધારે ભક્તને ધન્ય ધન્ય” કહેવામાં આચાર્યજી ધન્યતા અનુભવે છે. - જે ભવ્ય જીવ, સર્વજ્ઞ પ્રભુના ચરણને, ત્રિસંધ્યાએ, શાસ્ત્રમાં જણાવેલી રીત પ્રમાણે, તેમનામાં જ ચિત્ત રાખીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust