________________ 204 કલ્યાણમંદિર સ્તોત્ર આવી જવાની અને વિચાર કરતાં જણાશે કે સર્વજ્ઞ તીર્થકર પ્રભુ જેટલું સામર્થ્ય બીજા કેઈમાં પણ નથી, તેથી તેમને ભજનારને જેટલી ધન્યતા પ્રાપ્ત થાય છે, તેટલી ધન્યતા અન્ય કેઈને પણ પ્રાપ્ત થઈ શક્તી નથી. અહીં સુધીમાં આપણે જોયું કે ભવ્ય જીવ સર્વજ્ઞ પ્રભુની ભક્તિ કરે છે, તે તે ધન્ય થાય છે. આ ભક્તિની રીત કેવી જોઈએ? આ પણ જાણવું જરૂરી છે. આ ભક્તિ ત્રણે સંધ્યાના સમયે નિરંતર કરવા યોગ્ય છે. ત્રિસંધ્યમ એટલે દિવસના ત્રણ સમયે. વળી કઈ દિવસ કરવી અને કોઈ દિવસ ન કરવી એમ પણ ચાલે નહિ, તેમાં નિયમિતપણું હોવું જરૂરી છે. એક પણ દિવસ અથવા તે એક પણ સમયની ચૂક વગર ભક્તિ કરવામાં આવે તે સાચી ધન્યતા અનુભવાય છે. સાથે સાથે એ પણ જેવું જરૂરી છે કે ભક્તિ કરતી વખતે બીજું કાર્ય સાથે સાથે કરતાં જવાની વૃત્તિ ન હોય. વળી એ બધું જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યું હોય તે પ્રમાણે વિધિસર કરવું જોઈએ. આ બધું અત્યાર સુધી સમજ્યા તે બધું થતું હોય, તેમ છતાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે તે કરવામાં ચિત્ત જેડાયું ન હોય, અને તે અલિપ્ત રહી અન્ય જગ્યાએ જોડાઈ ગયું હોય. આ શક્યતા સામે લાલબત્તી ધરી આચાર્યજી સ્પષ્ટ કરે છે “ત્રિકાળ વિધિવત્ પૂજતા તુજ ચરણમાં ચિત્ત જેડીને.” અર્થાત્ તે બધી વિધિ ભાવપૂર્વક પ્રભુમાં એકાગ્ર બનીને કરવા ગ્ય છે. કારણ કે જે કંઈ ફળ છે તે ભાવાનુ સાર છે, યંત્રવત્ ક્રિયા કરવાથી સાચું ફળ પ્રાપ્ત થઈ શકતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust