________________ કલ્યાણમંદિર સ્તોત્ર 235 વિપત્તિઓથી મુક્ત થતું જાય છે. વળી આવેલી વિપત્તિ ભેગવતી વખતે પણ પ્રભુનું શરણું અને પ્રભુની સહાય હોવાના . કારણે, તે વિપત્તિની તીવ્રતા ઘણી મંદ થઈ જાય છે, અર્થાત્ વિપત્તિ હળવી બને છે. અન્ય સામાન્ય જીવને એ વિપત્તિ જેટલી દુઃખદાયક નીવડી શકે છે, એટલી દુખદાયક તે પ્રભુ ભક્તને નીવડી શકતી નથી. સામાન્ય જીવ જ્યારે દુઃખમાંથી પસાર થતા હોય છે, ત્યારે તેની વૃત્તિ દુઃખના નિમિત્તોમાં જ રમતી હોય છે, અને તેને કારણે તે અનેક પ્રકારે આકુળવ્યાકુળતા વેદે છે. તે આર્તધ્યાનને પરિણામે જે કર્મબંધ થાય છે તે વર્તમાન પીડામાં વધારો કરે છે એટલું જ નહિ પણ ભાવિની એવી પીડા માટે સંજોગ ઊભા કરે છે. એટલે કે દુઃખની માત્રા અથવા તે પીડાની તીવ્રતા વર્ધમાનતાને પામે છે. પ્રભુભક્તના કિસ્સામાં આથી વિરુદ્ધ બનતું જોવામાં આવે છે. તે જ પ્રકારની વેદના પ્રભુભક્તને અતિ અલ્પ પ્રમાણમાં આકુળવ્યાકુળ કરી શકે છે. ભક્તની વૃત્તિ વેદનામાં નહિ, પણ પ્રભુમાં રમતી હોય છે. આથી, વેદનામાંથી ઉપગ નીકળી ગયો હોવાથી, તે વેદના અત્યંત પીડા આપી શકતી નથી. કેઈક અગત્યના કારણે આપણે બહાર જતા હોઈએ, ચિત્ત તે કાર્યમાં જ રમતું હોય, એ વખતે પગમાં કંઇક વાગે તે જીવને પિતાને વાગ્યું છે એવો ખ્યાલ પણ રહેતું નથી, કારણ કે વૃત્તિ બીજે સ્થિર થઈ હોય છે. પણ જ્યારે એ અગત્યનું કાર્ય પૂરું થાય, વૃત્તિ બહાર નીકળે ત્યારે જીવને તરત જ લક્ષ થાય છે કે પગમાં વાગ્યું છે અને ત્યાં પીડા થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust