________________ કલ્યાણમંદિર સ્તંત્ર 251 તેના ભવમાં અને અન્ય તમામ ભવાંતરમાં પણ આપ જ સ્વામી થજો.” "પૂર્વ ભવમાં પ્રભુની સાચા ભાવથી ભક્તિ નહોતી કરી તેથી આચાર્યજીના જીવને અનેક પ્રકારનાં દુઃખે અને કો ભેગવવા પડ્યા છે. આ ભેગવવા પડતા દુઃખનું કારણ પ્રભુની અભક્તિ છે. પણ તેમણે આ ભવમાં સમજીને, સાચા ભાવથી પ્રભુની ભક્તિ કરી છે કે જેથી ભાવિમાં દુઃખને ભોગવવાપણું રહે નહિ. વળી સાથે સાથે પ્રભુ પાસે આચાર્યજી એવી માંગણી પણ કરી લે છે કે ભાવિમાં ક્યારેય દુઃખ આવે નહિ. તેમણે પ્રભુની ભક્તિ આ ભવે તે યથાર્થ કરી છે, પણ નવા ભવમાં કઈ અંતરાયના કારણે પ્રભુની ભક્તિ ચૂંફાઈ જાય તે ! તો તે પાછા પરિભ્રમણ અને દુઃખની ગર્તામાં સબડવાનું બની આવે. તે સ્થિતિથી નિવર્તવાને ઉપાય આચાર્યજી અહીં કરે છે. આચાર્યજી પ્રભુને આર્જવભરી વાણીમાં વિનંતિ કરે છે , આ ભવમાં સાચા ભાવથી તમારી નિરંતર ભક્તિ કરી છે, તેનું ફળ જે તમે મને આપવા માગતા હો તે, એ ફળ એ હોજો કે આ ભવમાં અને આ પછીના જે કંઈ ભવ હોય તે ભવમાં આપ જ મારા સ્વામી હેજો, અને હું તમારા શરણમાં જ રહું એવું કરો. તમારું શરણું કદી પણ ન છૂટે તેવી કૃપા કરજો. ભભવ પ્રભુના શરણમાં વીતાવવા માટેનું વરદાન તેઓ માગી લે છે કે જેથી દુઃખના સમુદ્રમાં ડૂબવાને પ્રસંગ આવે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust