________________ 258 કલ્યાણમંદિર સ્તોત્ર દેવસંબંધી અનેક સુખ ભેગવી મુક્તિ પામવારૂપ ફલઅતિ બતાવી આચાર્યજી આ સ્તોત્ર પૂર્ણ કરે છે. આ સ્તોત્રને સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે તેની ઉત્તમતા સ્પષ્ટ થયા વિના રહેતી નથી. આ સ્તોત્રના આરંભમાં મંગલચરણ રચનાને હેતુ, તેનું મહાભ્ય, પ્રભુનાં ગુણ અને અતિશયેની મહત્તા વર્ણવી, અત્યાર સુધી પ્રભુને ભજ્યા નહિ તેને ખેદ આચાર્યજી ઊંડા દુઃખ સાથે વ્યક્ત કરે છે. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, થયેલી ભૂલને પશ્ચાત્તાપ કરી, થયેલી ભૂલ પુનરાવર્તન ન પામે તે માટે પ્રભુને વિનંતિ કરી આગળ વધે છે. સદાકાળને માટે પ્રભુનું શરણું ઈચ્છી, સાચી ભક્તિનું મેક્ષફળ બતાવી સ્તોત્ર સમાપ્ત કરે છે. અને એમ કરવામાં અનેક ગૂઢ રહસ્ય, મોક્ષમાર્ગની સ્પષ્ટતા તથા પરમાર્થમાર્ગના કેટલાય સિદ્ધાંત તેમણે ખુલ્લા કર્યા છે તે આપણે જોયું. અને એ પરથી સહુ કોઈ સમજી શકે છે કે જે કઈ આ સ્તોત્ર હૃદયપૂર્વક કરે તેનું અવશ્ય કલ્યાણ થાય, કારણ કે પરમાર્થનાં ઊત્તમ રહસ્ય જીવનમાં ઉતરી જીવને સાચે રસ્તે સતત વધારતાં રહે છે. આ સમજ્યા પછી આ સ્તુત્રનું નામ “કલ્યાણ મંદિર રાખ્યું છે તે સાર્થક જણાશે. પ્રભુ સહુને આવું કલ્યાણ કરવાની ભાવના તથા શક્તિ આપે. 3 શાંતિઃ શાંતિઃ શાંતિઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust