Book Title: Kalyan Mandir Stotra
Author(s): Saryu R Mehta
Publisher: Asiatik Charitable Trust

View full book text
Previous | Next

Page 274
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 25 વરાથી ક્ષય કરી, મુક્તિ સુંદરીને વરે છે. ભક્તને પુરુષાર્થ મુક્ત થવા માટે જ હોય છે એટલે સંસાર અતિ અતિ અલ તેના માટે બની રહે છે. આવી અનન્ય ભક્તિ કરનારને મન પ્રભુ કેવા છે તે આચાર્યજીએ છેલ્લી કડીમાં પ્રભુને કરેલા સંબોધનમાં જણાવ્યું છે. “જન–નયન-કુમુદચંદ્ર-સ્વામી” એટલે કે મનુષ્યનેત્રરૂપી કુમુદીના ચંદ્રરૂપ સ્વામી. કુમુદ અને ચંદ્રને સંબંધ તે બહુ જાણીતા છે. તળાવમાં રહેલું કુમુદનું ફૂલ, આકાશમાં ખીલેલા ચંદ્રમાને નિહાળી અત્યંત પ્રફુલ્લિત થાય છે અને વિકસે છે. વળી દિવસે ચંદ્રની ગેરહાજરીમાં તે કરમાઈને બીડાઈ જાય છે અને નમી જાય છે. ફરીથી રાત્રિએ ચંદ્રના દર્શન પામતાં તે વિકસે છે. હજાર માઈલ દૂર વસતા ચંદ્રને પ્રભાવ પૃથ્વી પર રહેલા કુમુદ પર કેવો અદ્ભુત પડે છે? આ જ અદ્દભુત પ્રભાવ પ્રભુનો ભક્ત પર પડે છે. પ્રભુ ચંદ્ર કરતાં પણ ઘણે ઉંચે એવી સિદ્ધશીલા પર વસે છે, અને ભક્ત કુમુદની માફક પૃથ્વી પર, પ્રભુથી અગણિત માઈલે દર વસે છે. આ ભક્ત જ્યારે પ્રભુનાં દર્શન પામે છે ત્યારે તેનાં દર્શન માત્રથી ભક્તનાં રેમેરમ પ્રકુલ્લિત થઈ જાય છે. આ અસર આપણે પૂર્વની કેટલીક કડીઓમાં અનુભવી છે, તેથી તેના સંદર્ભમાં પ્રભુ માટેનું આ સંબંધન યેગ્ય જણાયા વિના રહેશે નહિ. બીજી રીતે જોઈએ તે આચાર્યજીએ પિતાનું પૂર્વનામ કુમુદચંદ્ર” ખૂબીપૂર્વક અહીં ગૂંથી લીધેલું જોઈ શકાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 272 273 274 275