________________ 24 કલ્યાણમંદિર સ્તોત્ર निःसंख्यसारशरण शरण शरण्यम् आसाद्य सादितरिपुप्रथितावदातम् / त्वत्पाद पंकजमपि प्रणिघानवंध्यो . वध्योऽस्मि चेद्भुवनपावन ! हा हतोऽस्मि / / 40 અસંખ્ય બળનું શરણ ને વળી શરણ કરવા યોગ્ય છે, અરિ નાશથી થઈ કીતિ એવા આપનાં પદ-કમળને; શરણે છતાં પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે, હણવા જ માટે યંગ્ય જે. 40 ભક્તિ સહિત વંદન કરતાં આચાર્યજી ધ્યાનનું ફળ સુંદર મળશે એવી ભાવના હોવા છતાં, તે ફળ કદાપિ ન મળે તે તેમાં પ્રભુને દોષ નહિ પણ પિતાનો જ દેષ છે એવું પ્રતિપાદન કરતાં આ કડીમાં કહે છે કે, “હે ત્રણ જગતને પવિત્ર કરનાર! અસંખ્ય બળના અને પદાર્થ માત્રના આશ્રયરૂપ અને કર્મરિફનો નાશ કરવામાં પ્રસિદ્ધ કીર્તિવાળા, એવા આપનાં ચરણકમળનું શરણ પામ્યા પછી પણ જો હું ધ્યાનથી વંધ્ય રહું તે પછી હું વધ થવાને યોગ્ય જ છું, અને હું મારી પિતાની મેળે જ હણાયેલ છું, એમ જ કહેવાય.” - આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને આ કડીમાં “ભુવન પાવન " ત્રણે ભુવનને પવિત્ર કરનાર તરીકે ઓળખાવે છે. પિતાને લાધેલે કલ્યાણમય માર્ગ ત્રણે લેકના સર્વ જીવને પવિત્ર કરવા અર્થે તેઓ પ્રસારે છે, આથી તેઓ ત્રણે ભુવનને પવિત્ર કરનારા છે; પિતે પણ એ ભુવનના વાસી જીવ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust