________________ 244 કલ્યાણમંદિર સ્તોત્ર સર્વથા નાશ કરે છે. સામાન્યપણે, જગતમાં ઉપલક દૃષ્ટિએ જે દુશ્મને દેખાય તેને નાશ કરવામાં જ સાર્થકપણું મનાયેલું છે. તે દુશ્મની ઊભી થઈ તેના મૂળને તે સ્પર્શવામાં જ આવતું નથી. આથી નવા નવા દુશ્મને ઊભા થયા કરે છે અને એ પરંપરા ચાલ્યા જ કરે છે. ત્યારે પ્રભુ એ દુશ્મનીના બીજને-મૂળને જ નાશ કરે છે, કે જેથી એક પણ ન દુશ્મન ઉદ્ભવી શકે નહિ. આથી જ પ્રભુ “અરિહંત”—જેમના બધા જ શત્રુઓનો નાશ થયો છે તેવા–ભાગ્યવંત કહેવાય છે. આ અરિહંતપણું એ પ્રભુની વિશેષતા છે, જેના કારણે તેમની કીર્તિ ત્રણે લેકમાં ફેલાય છે. અસંખ્ય બળના શરણરૂપ, શરણ લેવા યોગ્ય અને અરિહંત થવાથી જેમની કીર્તિ બધે ફેલાઈ છે એવા પ્રભુનાં ચરણયુગલનું શરણું આચાર્યજીએ સ્વીકાર્યું છે. આ કાર્યને પ્રભાવ એ છે કે તેના પરિણામથી આચાર્યજી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવા જોઈએ. આમ છતાં કદાચિત, ધારણ કરેલાં શરણ અને ધ્યાનનું ઈચ્છિત પરિણામ ન આવે તેનું ધ્યાનનું ઉચિત ફળ પ્રાપ્ત ન થાય તે તેમાં ધ્યાન ધરનારનો જ દોષ છે, એટલે કે જે મુક્તપણું પ્રાપ્ત ન થાય તે તેમાં પ્રભુને નહિ પણ આચાર્યજી દેષ છે એમ જણાવે છે. આથી આચાર્યજી પ્રભુને કહે છે કે જે આવું બને તે પિતે વધ થવાને-નાશ પામવાને યોગ્ય છે, અને પિતે પિતાની મેળે જ હણાયેલા છે એમ કહેવાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust