________________ 242 કલ્યાણુમંદિર સ્તોત્ર અને એથી એમના શરણમાં રહીને પવિત્ર થવાને પાત્ર જીવ છે, તેમ તેઓ જણાવે છે. પ્રભુ “ભુવનપાવન” હોવા ઉપરાંત અસંખ્ય બળ તથા પદાર્થ માત્રના આશ્રયરૂપ છે. શ્રી તીર્થકર પ્રભુનાં આત્મસામર્થ્યને આપણને પૂર્વની કેટલીક કડીઓમાં પરિચય થયું. આ કડીમાં કંઈક અંશે તેમનાં દેહ સામર્થ્યને પરિચય આચાર્યજી આપણને કરાવે છે. તેઓ અસંખ્ય બળના શરણરૂપ છે એટલે કે ત્રણે જગતનાં મુખ્ય બળે એમને આશ્રય કરીને રહે છે. શ્રી તીર્થંકર પ્રભુમાં જન્મ સમયે પણ એટલું બળ હોય છે કે અડેલ એવા મેરુપર્વતને માત્ર પગના અંગુઠાથી ડગાવી દે છે. એક અંગુઠામાં આવું સામર્થ્ય હોય તે સમગ્ર દેહની તાકાત અજમાવવામાં આવે તે શું થાય? આવું સામર્થ્ય જન્મસમયને પ્રભુમાં રહેલું હોય તે પુખ્ત વયે પહોંચેલા પ્રભુનું સામર્થ્ય કેટલું હેવું જોઈએ? આપણને તે એની કલ્પના કરવી પણ કઠિન છે. પણ તેમની આ તાકાતનું માપ જ્ઞાનીઓએ ગણતરી કરીને આપણને સમજણ અથે જણાવ્યું છે. તે માપ આ પ્રમાણે છે –બાર યોદ્ધાનું બળ એક ગધામાં છે. દસ ગધાનું બળ એક ઘડામાં છે. બાર ઘેડાનું બળ એક પાડામાં છે. પંદર પાડાનું બળ એક હાથમાં છે. પાંચસો હાથીનું બળ એક સિંહમાં છે. બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં છે. દસ લાખ અષ્ટાપદનું બળ એક બલદેવમાં છે. બે બેલદેવનું બળ એક વાસુદેવમાં છે. બે વાસુદેવનું બળ એક ચક્રવતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust