________________ કલ્યાણમંદિર તેત્ર 243 છે. દસ લાખ ચક્રવર્તિનું બળ એક દેવતામાં છે. દસ લાખ દેવતાનું બળ એક ઈંદ્રમાં છે. એવા અનેક ઈદ્રો મળીને પણ અરિહંતની ટચલી આંગળીને પણ હલાવી ન શકે. આ પરથી સમજી શકાશે કે શ્રી તીર્થંકર પ્રભુ જેવી આત્મિક કે શારીરિક તાકાત તેમના સિવાય અન્ય કોઈ પાસે હતી નથી. અને એથી જ કોઈ પણ બળને આશ્રય જેતે હોય અથવા તો નિવાસસ્થાન પ્રાપ્ત કરવું હોય તો તેને પ્રભુ પાસે જ પ્રાપ્ત થઈ શકે છે. ' પ્રભુ આવા સમર્થ હોવાથી શરણ લેવાને પણ ગ્ય છે. તેના શરણમાં જાય તેમનું સંપૂર્ણ રક્ષણ કરવા તેઓ સમર્થ છે, એટલું જ નહિ પણ તેમની સંભાળ લેવા તેઓ કૃતનિશ્ચયી છે. એથી એમના શરણમાં જનાર જીવ પોતાની દશા સાચવવા ઉપરાંત ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય છે, અર્થાત્ પ્રભુના શરણમાં રહી જીવ ઘણું ઘણું વિશેષ પ્રાપ્ત કરે છે. આ હેતુથી તેઓ શરણું લેવા ગ્ય છે. આ જગતમાં આત્માને જે કંઈ મોટામાં મોટો શત્રુ હોય તે તે, આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે. કર્મને કારણે આત્મામાં અનેક વિભાવે ઉત્પન્ન થાય છે, જેના પરિણામે અસંખ્ય શત્રુઓ પેદા થાય છે, અને જીવ અનેક પ્રકારનાં પીડા તથા કલેશ અનુભવે છે. પ્રભુ, માત્ર બહારથી દેખાતાં શત્રુઓનો નાશ કરે છે એમ નથી, પણ જેના થકી એ શત્રુઓ પેદા થાય છે તે મૂળને-કમને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust