________________ 240 કલ્યાણમંદિર તેત્ર મેળવવાનું છે, આત્માને શુદ્ધ કરવાનો છે તે તે તેમણે શુદ્ધ કરી લીધું છે. આ કારણે શ્રી પ્રભુ સર્વ યેગીઓમાં શ્રેષ્ઠ છે. આવા મહાન ગુણોના ધારક ઈશને આચાર્યજી વિનંતિ કરે છે કે, “હે પ્રભુ! હું આપને ભક્તિસહિત વંદન કરું છું; તે આપ મારાં દુઃખ અને દુઃખનાં મૂળને ટાળવા તત્પર થશે.” જે કાર્ય તેમણે પૂર્વના ભવે કર્યું ન હતું, તે કાર્ય તેઓ આ ભવમાં કરે છે. ભક્તિથી–અર્પણભાવથી તેઓ પ્રભુને વંદન કરે છે અને વંદન કર્યા પછી તેઓ પ્રભુને વિનંતિ કરે છે કે હે પ્રભુ! આ દુઃખનાં મૂળને નાશ કરવા આપ પ્રવૃત્ત થશે. વાસ્તવિકતાએ જોઈએ તે આ વંદન કરવાનું ફળ એ છે કે દુઃખાંકુરને નાશ. જે સાચા હૃદયથી પ્રભુને સ્થાપીને વદન કરે છે, તેનાં દુઃખોનો અવશ્ય નાશ થાય છે. આથી જે બધા અસહ્ય દુઃખનાં ભેગવટામાંથી આચાર્યજીને પસાર થવું પડ્યું હતું તેનું ટળવાપણું તેમણે માગ્યું છે, સાથે સાથે તે દુઃખ જેના લીધે આવે છે તે કર્મનું ટળવાપણું પણ તેમણે માગી લીધું છે. એટલે તે કહે છે કે “કૃપા કરીને મારા દુઃખનાં અંકુરને જડમૂળથી ઉખેડી નાખવાને તત્પર થાઓ.” જે દુઃખના ઝાડ ઊગ્યા છે તેનાં મૂળને નાશ પ્રભુ પાસે માગે છે. વિચારતાં સમજાય છે કે સંસારના સમસ્ત દુ:ખોનું મૂળ જીવના કર્મમાં રહેલું છે. અને જે તેનો નાશ થાયકમ ટળે તે આત્મા અનંત સુખને ભક્તા બને. આમ પશ્ચાત્તાપ કરવાની સાથે સાથે ભૂતકાળમાં કરેલી ભૂલ ભાવિમાં ન થાય તેની કાળજી આચાર્યજી રાખે છે. (39) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust