________________ 236 કલ્યાણુમંદિર સ્તોત્ર જ્યાં સુધી જીવની વૃત્તિ વાગેલા ભાગ ઉપર કેંદ્રિત થતી નથી, ત્યાં સુધી તેની વેદના કે પીડાને તીવ્રતાએ અનુભવ તેને થતા નથી. આવું જ ભક્તની બાબતમાં પણ બને છે. ભક્તની વૃત્તિ આવેલી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક વિપત્તિના વિચારમાં કેન્દ્રિત થતી નથી, પણ તેની વૃત્તિ મુખ્યતાએ પ્રભુમાં કેંદ્રિત બની હોય છે, અને ગૌણતાએ વિપત્તિ ભણી જતી હોય છે. આથી તે ભક્તજન મુખ્યતાએ વેદના વેદત નથી, પણ જે પ્રમાણમાં તેની વૃત્તિ વિપત્તિ ભણી જાય છે તે પ્રમાણમાં જ તે વેદના કે પીડા ભેગવે છે. ત્યાં લક્ષ ન હોય ત્યાં સુધી વિપત્તિ કાર્યકારી નીવડી શકતી નથી. બીજી બાજુ વિપત્તિ પ્રતિ વૃત્તિ કેન્દ્રિત થઈ ન હોવાને કારણે તે જીવને આકુળવ્યાકુળતા થતાં નથી, અથવા તે વૃત્તિને ચલાયમાનપણના પ્રમાણમાં અલ્પતાએ થાય છે, પરિણામે નવાં કર્મબંધ પણ તેના પ્રમાણમાં જ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. આથી સામાન્ય જનને જે કર્મબંધની વૃદ્ધિ થાય છે તે ભક્તજનને થતી નથી. આમ પ્રભુને ભક્ત દુઃખી હેતે નથી, અથવા તે દુઃખ વેદ નથી. આ અપેક્ષાથી વિચારીએ તે જણાય છે કે પ્રભુ એ દુઃખી જનને વાસ્તવિકતાએ સુખ આપનાર છે. સાચા “સુખકારી” સુખ કરનારા છે. પ્રભુ શરણું લેવા યોગ્ય છે. જેના શરણમાં રહીએ તેની આજ્ઞાનુસાર વતીએ તે જ શરણમાં રહ્યા કહેવાઈએ. આ જગતમાં ગુરુ થવા આવનારા તે અનેક જીવે છે. પણ વગર વિચાર્યે ગમે તેના શરણે ચાલ્યા જવામાં આવે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust