________________ કલ્યાણમંદિર સ્તોત્ર 237 જીવને સુખને બદલે દુઃખ મળે છે. કારણ કે જેની પાસે જે હોય તે જ તે આપી શકે. જેની પાસે શાંતિ ન હોય, આત્મસુખ ન હોય તે શાંતિ કે આત્મસુખ ક્યાંથી આપી શકે ? આવા કેઈ જીવના શરણમાં ચાલ્યું જવાય તે શરણે જનાર દુઃખ ઉપાર્જન કરે. આથી જેનું શરણું લેવું હોય તે શરણે આપવા માટે યોગ્ય છે કે નહિ તે વિશે પૂર્ણ ચોક્કસાઈ કરવી જોઈએ. સંસારી જીવે તે રાગદ્વેષથી ભરેલા હોય છે, અને પિતાને સ્વાર્થ સાધવા પોતાના શરણે આવેલા જીવોને ગમે તેમ ઉપગ કરતાં ખંચકાય નહિ તેવા હોય છે. આવા જીવના શરણમાં રહેનારનું ભલું થતું નથી, કે સુખ પણ મળતું નથી. આથી જેનું શરણું લેવું હોય તે માર્ગ પામ્યું છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. માગ પામેલે જ માગ પમાડી શકે. આ દષ્ટિએ વિચારતાં પ્રભુ એ શરણ લેવા માટે ઉત્તમ પાત્ર જણાય છે. પ્રભુના શરણમાં ગયા પછી કેઈ પણ જીવ દુઃખ પામતે નથી. પૂર્વે બાંધેલા દુઃખકારી કર્મો, શરણું લીધા પછી પણ જોગવવાં પડે છે, તેમ છતાં તે ભગવતી વખતે તે પ્રકારનાં નવીન કમેં જીવ બાંધો નથી. વળી પ્રભુના શરણે ગયા પછી, અતિ રૌદ્ર દુઃખ ભેગવવાં પડે તેવા કર્મો જીવ બાંધો નથી, પ્રભુ તે જીવની એવી રક્ષા કરે છે કે તે પ્રકારનાં કર્મો તેને બાંધવા દેતા નથી. પ્રભુનાં શરણમાં જે જીવ જાય તે છેવટે દુઃખથી મુક્ત થાય છે અને આત્માની સાચી સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પ્રભુ પોતે શુદ્ધ, બુદ્ધ અને અનંત જ્ઞાનના ઘણું તેમ જ અનંત સુખના ભેતા બન્યા છે, તેથી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust