________________ 234 કલ્યાણમદિર સ્તોત્ર भक्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलनतत्परतां विधेही / / 39 સુખકારી શરણામન પ્રભુ! હિતકારી જન દુઃખિયા તણ, હે યેગીઓમાં શ્રેષ્ઠ! સ્થળ કરુણ અને પુણ્ય જ તણા; નમતો પ્રભુ ! હું ભક્તિથી તે મહેશ ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણા વડે. 39 પૂર્વે જે કાર્ય કર્યું ન હતું તે ભાવપૂર્વક પ્રભુનાં શરણમાં જવાનું ઉત્તમ કાર્ય આ ભવમાં કરીને આચાર્યજી શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “હે નાથ! દુઃખી જનોને સુખ આપનાર ! શરણું લેવા ગ્ય, દયાળુપણાની પવિત્ર વસતિરૂપ, યેગીઓમાં શ્રેષ્ઠ, હે સમર્થ ઈશ્વર! હું ભક્તિ વડે આપને નમું છું. કૃપા કરીને મારાં દુઃખનાં અંકુરને જડમૂળથી ઉખેડી નાખવાને તત્પર થાઓ.” આ ભવમાં આચાર્યજીએ પ્રભુ પ્રતિની સાચી પ્રીતિ કેળવી છે, તેમની શ્રદ્ધા કરી છે અને તેમના પ્રતિ અર્પણભાવ કરી, તેમને પિતાનાં હૃદયમાં સ્થાપિત કર્યા છે; સાચા ભાવથી સાંભળ્યા, નીરખ્યા અને પૂજ્યા છે, તેથી તેમને પ્રભુને યથાર્થ પરિચય થયો છે. અને એ પરિચય દ્વારા પ્રભુના કેવા સ્વરૂપનો * લક્ષ થયે છે તે અહીં વર્ણવ્યું છે. સૌ પ્રથમ આચાર્યજીને પ્રભુ એ દુઃખીજનેને સુખ આપનાર જણાયા છે. જે કઈ જીવ દુઃખમાં ફસાયે હોય, અને સાચા હૃદયથી જે તે પ્રભુનું સ્મરણ કરે છે તે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust