Book Title: Kalyan Mandir Stotra
Author(s): Saryu R Mehta
Publisher: Asiatik Charitable Trust

View full book text
Previous | Next

Page 248
________________ 231 કલ્યાણમંદિર સ્તોત્ર તેમ જ અશુભ કર્મની બાબતમાં પણ છે. એક બેગ ભેગવે છે છતાં નવીન કર્મ બાંધતા નથી અને બીજો ભેગ ભેગવતે નથી છતાં કર્મની વણઝાર ઊભી કરે છે. આ સ્થિતિ એ જ દર્શાવે છે કે બાહ્ય ક્રિયા કરતાં આંતરભાવને આધારે જ જીવને કર્મ બંધ થતું હોય છે. અને એ સુંદર સિદ્ધાંતનું જ્ઞાન આ કડીમાં ગૂંથાયેલું આપણને જોવા મળે છે. આ કડીમાં બીજી એક વસ્તુ પણ સમજવા જેવી છે. આચાર્યજી વર્તમાન ભવમાં અનેક પ્રકારનાં દુઃખમાંથી પસાર થયા છે, અને એ અશાતાકારી પરિસ્થિતિને સ્પષ્ટ એકરાર આ કડીમાં જોવા મળે છે. તે સ્થિતિ આવવા માટેને દોષ તેઓ અન્ય કોઈ નિમિત્તને ન આપતાં પિતાને જ આપે છે. તેમને સંઘ બહાર રહેવું પડ્યું, લેકે સાથે એકમેળ ન થાય, બીજા સંઘર્ષો ઉભા થાય તે બધામાં તેઓ સંઘપતિ, લેકે કે અન્ય નિમિત્તોને દોષ આપતાં નથી, પણ પોતાની પૂર્વની ભૂલને જ દોષરૂપે જુએ છે. તેમાં ય તેમને પોતાનો મુખ્ય દોષ એ જણાશે કે તેમણે પ્રભુને સાચી રીતે ઓળખી, તેમાંના દર્શન કરી તેમના શરણમાં ન રહ્યા છે. જે એ બધું કર્યું હોત તે આવા દુઃખનું પાત્ર થવાનો પ્રસંગ જ ન આવત, એ આ ભવના અનુભવને નિચોડ છે. અહીં આચાર્યજી એ વસ્તુ બતાવે છે કે જે કંઈ અશુભને ઉદય થાય છે તે પૂર્વની ભૂલને કારણે છે, અને નહિ કે વર્તમાન નિમિત્તને કારણે જે જીવ આ રીતે દોષદષ્ટિ છેડી વર્તે તો અનેક પ્રકારના રાગદ્વેષથી છૂટી, શાંતભાવમાં સ્થિર થાય. નહિતર તે સામાન્ય રીતે જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275