________________ કલ્યાણમંદિર સ્તોત્ર 223 અનુભવ થતો જણાય છે. તેમને લાગે છે કે જાણે દુઃખની પર પરા જ તેમની પાછળ પડી ગઈ છે અર્થાત્ તેમને એ અનુભવ થાય છે કે દુઃખની વણઝાર તેમની સમીપ ચાલ્યા કરે છે અને તેમને અત્યંત પરેશાન કર્યા કરે છે. આવા દુઃખદ અનુભવની સ્થિતિમાં એમને નિશ્ચયે જણાય છે કે પૂર્વના ભવમાં તેમણે સાચા ભાવથી, પ્રભુને ઓળખીને તેમનાં દર્શન એક વખત પણ કર્યા નથી. નહિતર આ દુખની વણઝાર વચ્ચે રહેવાને વેગ અવશ્ય હોય નહિ. - આચાર્યજીએ નિશ્ચય તે કર્યો કે તેમના જીવે પૂવે પ્રભુનાં સાચા ભાવથી દર્શન કર્યા નથી. આ દર્શન ન થવાનું– ન કરવાનું કારણ શું ? તે વિશે આચાર્યજી આ ગાથાની પહેલી જ પંક્તિમાં જણાવે છે નિશ્ચય અરે! મોહાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી” જે ચક્ષુવડે પ્રભુનાં દર્શન કરી શકાય છે, પ્રભુની ઓળખ પ્રાપ્ત કરી શકાય છે તે ચક્ષુ અને પ્રભુ વચ્ચે કોઈ એક પડળદિવાલ આવી ગયેલ છે તે અહીંથી સમજાય છે. એક પત્રમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે કે જે સાક્ષાત્ તીર્થકર પ્રભુ સામે આવીને ઊભા રહે અને જીવ તેને જ્ઞાનીરૂપે પણ ઓળખે તે ય તેનું કલ્યાણ થાય છે, પણ તેમ થવું ય ઘણું મુશ્કેલ છે. આ પરથી સમજાય છે કે જીવની સાચી પાત્રતા આવી ન હોય ત્યાં સુધી જીવને મહાસમર્થ તીર્થકર પ્રભુની ઓળખ થવી પણ અત્યંત દુષ્કર છે. જીવ તેને તીર્થકરરૂપે તે નહિ, પણ જ્ઞાનીરૂપે પણ ઓળખી શકતું નથી. જો તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust