________________ 224 કલ્યાણમંદિર સ્તોત્ર ઓળખે તે અવશ્ય કલ્યાણ થાય. પ્રભુને બાદથી જતાં તેમને સામાન્ય માનવી જ સમજી, તેમના પ્રત્યે પ્રીતિભાવ કે પૂજ્યભાવ તે કેળવતે નથી, અને તે દ્વારા પિતાનું કલ્યાણ કરવાની ઉત્તમ તક તે ગુમાવી બેસે છે. અનેક જીવોના પ્રસંગમાં આ પ્રમાણે બની જાય છે. તે પ્રસંગે સાક્ષાત્ પ્રભુ અને સંસારી જીવના ચક્ષુની વચ્ચે એક પડળ–એક પડદો દિવાલરૂપે રહી પ્રભુને પ્રભુરૂપે ઓળખતાં અટકાવે છે. આ પડદો છે મેહરૂપી અંધકારીને. જીવ જ્યારે સંસાર-સમુદ્રમાં ગડકા ખાતે ખાતે, પરિભ્રમણ કરતા હોય છે, ત્યારે તેનામાં સાચી વસ્તુની સમજણ લેશ પણ હોતી નથી. તે તે પિતાના મહામૂલા આત્માને ભૂલી, પરને પિતાનું માનવામાં, અને ભૌતિક સુખની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નમાં જ પિતાનાં સમગ્ર શક્તિ અને સમયને વેડફે છે. આમ છતાં પારકું પિતાનું થયું નથી, થતું નથી અને મહતુ પુરુષના અનુભવ પ્રમાણે થશે પણ નહિ. તે છતાં પરને પિતાનું કરવાની ભાવના જીવ સહેલાઈથી છેડી શકતું નથી. આ રાગભાવ અને મેહભાવ, જે જીવના પ્રદેશ પ્રદેશ છવાઈ ગયે હોય છે તેના કારણે તે જીવ સત્ય સમજી શકતા નથી, તે આચરી તે ક્યાંથી જ શકે? પ્રદેશ પ્રદેશે વ્યાપેલા મેહને કારણે તે આત્માને ભૂલી, દેહને જ પિતાસ્વરૂપ-સ્વસ્વરૂપ માની, તેના સુખ, સગવડ સાચવવા અને વધારવામાં જ રચ્યાપચ્ચે રહે છે. તેવી પરિસ્થિતિમાં આત્માને બતાવનાર, આત્માની ઓળખ કરાવનાર કોઈ પુરુષના સમાગમને પેગ પ્રાપ્ત થાય, તે પુરુષ જીવની દષ્ટિ સમક્ષ આવે તો પણ તેની સાચી ઓળખ મેહમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust