________________ કલ્યાણમંદિર સ્તોત્ર 27 છે કે તે વાંચતા જ આપણને સમજાઈ જાય છે કે સાચા ભાવથી જે દર્શન કર્યા હતા તે આ દુઃખ હૃદયવેધક રીતે પીડા આપવા કઈ રીતે સમર્થ–શક્તિમાન બની શક્યા ન હોત. આ જ પ્રકારને અનુભવ કરનાર શ્રીમદ રાજચંદ્ર પણ એક પત્રમાં જણાવે છે કે “ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેને દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદતે નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.”(શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 133). આનું કારણ સ્પષ્ટ જ છે. પ્રભુનાં દર્શન અને મરણને પ્રભાવ એવાં છે કે જીવ અનેક કષ્ટોથી છૂટી, આત્માની શાંતિને પ્રાપ્ત કરે છે. (37) પિતાનાં પશ્ચાત્તાપથી ભરેલી છેલ્લી ત્રણ કડીઓનું સમાપન કરતાં હોય એ પ્રકારે આચાર્યજી 38 મી કડીમાં, બધાને સમન્વય કરી, તારણ કાઢતાં કહે છે કે, नून न चेतसि मया विधृतोऽसि भक्त्या / जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्र यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः / / 38 કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિશે, કાં કે કિયા ભાવેરહિત નહિ આપતી ફળ કાંઈએ. 38 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust