Book Title: Kalyan Mandir Stotra
Author(s): Saryu R Mehta
Publisher: Asiatik Charitable Trust

View full book text
Previous | Next

Page 242
________________ 225 કલ્યાણમંદિર સ્તોત્ર ડૂબેલા જીવને થતી નથી. પ્રત્યક્ષ થયેલે પુરુષ પિતાને અમૂલ્ય એવું તત્ત્વ આપવા સમર્થ છે, શક્તિમાન છે તે ખ્યાલ પણ તેને આવી શક્તિ નથી, કારણ કે તે તે પિતે માનેલા પરને જ મેળવવામાં સતત પ્રવૃત્તિશીલ હોય છે, પરિણામે બીજે ક્યાંય પણ દષ્ટિ કરવાની કુરસદ પણ તેને રહેતી નથી. આવું જ કંઈક પિતાને વિશે પૂર્વકાળે શ્રી પાર્શ્વનાથ પ્રભુની વિદ્યમાનતાએ બન્યું હશે એ નિર્ણય આચાર્યજી કરે છે. પૂર્વકાળે જ્યારે પ્રભુ તીર્થકર સ્વરૂપે વિચરતા હશે ત્યારે આવા મેહનો પડદો તેમનાં આંતરીક્ષ પર છવાઈ ગયો હવે જોઈએ. જેને લીધે શ્રી પ્રભુનાં સાચી ભાવનાથી ભરેલાં દર્શન તેમને એક વખત પણ થઈ શક્યાં નહિ. જેના પરિણામે આ સંસારનું પરિભ્રમણ અને દુઃખની અનુભૂતિ સતત રહ્યાં કર્યા. એ વખતે એક વખત પણ સાચાં દર્શન થયાં હોત તો, તે દર્શન માત્રથી જ સેંકડે દુઃખે ટળી ગયા હોત, અને મતિ સવળી થઈ જવાથી અન્ય દુ:ખને જન્માવે કે આમંત્રણ આપે એ પ્રકારનાં કર્મબંધનો અવકાશ જ રહ્યો ન હેત. આમ પ્રભુનાં દર્શન કરવામાં દિવાલરૂપ જે કઈ હોય તે તે મેહ છે. કેવો છે આ મહ? આચાર્યજી આ મેહને અંધકારમય ગણાવે છે. દષ્ટિ બરાબર હોય, પરંતુ પ્રકાશને બદલે માત્ર અંધકારનું જ વાતાવરણ હોય તે દૃષ્ટિને કહ્યું સ્પષ્ટ દશ્યમાન થતું નથી. અંધકારમાં સારી વસ્તુ જોવામાં આવી હોય તે પણ તે ન જોયા સમાન જ બની રહે છે, તેને લાભ મળતો નથી. આવું જ મેહના કારણે બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275