________________ 226 કલ્યાણમંદિર સ્તોત્ર જ્યાં સુધી મેહનું વર્ચસ્વ હોય છે, ત્યાં સુધી ગમે તેવી મહાન વિભૂતિનાં દર્શન કર્યા હોય તેનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી, અને મેડના સામ્રાજ્યમાં જ દબાઈને જીવ ભટક્યા કરે છે. પણ જે જીવ બળવાન થઈ, વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી, પુરુષના ચરણકમળ પ્રતિ રહે છે તે જે મહાત્માને નમસ્કાર કર્યા હોય છે તે મહાત્માની જે જાતની રિદ્ધિ હોય તે જાતની રિદ્ધિ સંપ્રાપ્ત કરે છે. આમ મેહ એ અંધકારનું કાર્ય કરતા રહે છે. આંખ ઉપર અંધકાર છવાતાં દષ્ટિ ઘૂઘળી બને છે, તેમ આત્મા ઉપર મેહ અવરાતાં આત્મા વિકળ બને છે. એ અપેક્ષાથી વિચારતાં સમજાય છે કે પૂર્વે પ્રભુનાં દર્શન કરવામાં તેમને મેહનું બળવાનપણું નડ્યું હતું અર્થાત્ નેત્ર ઉપર મેહરૂપી અંધકાર છવાઈ ગયો હતો, તે ગ્ય જ છે. આ મોહરૂપી અંધકારથી છૂટીને પ્રભુનાં સાચા ભાવથી દર્શન કર્યા હતા તે, જે બધી દુઃખની પરંપરા ભેગવવી પડી તે ભેગવવી પડી ન હોત. દર્શન ન થયાં એટલે જ બળવાન બંધનવાળી ગતિમાં લઈ જાય એવા અન–દુઃખ આ શરીરને હદયવેધક રીતે પીડા આપી શક્યાં છે. પ્રભુનાં દર્શનને અમૂલ્ય લાભ ગુમાવવાને લીધે જન્મ, જરા, મરણ, રેગ વગેરેથી ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખે, પરવશપણે આ આત્માએ દેહદ્વારા અત્યાર સુધીમાં ભોગવ્યાં છે. જે સાચાં દર્શન થયાં હોત તે આ દુઃખે, આ રીતે પીડા પહોંચાડવા શક્તિમાન બની શક્યા હોત ખરું? એ પ્રશ્ન આચાર્યજીએ એ રીતે મૂક્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust