________________ 212 કલ્યાણમંદિર સ્તોત્ર જૈનધર્મની વગોવણી થાય. આમ જોતાં સમજાય છે કે આ તેત્રની રચના વિવિધ પ્રકારની વિપત્તિની વચ્ચે ફસાયેલા આચાર્યજીના મુખે થઈ હતી. આ અંગેના અનુસંધાનમાં આ કડીની વિચારણા કરવાથી તેની યથાર્થતા સમજાય છે. આ જ વચનો બીજી અપેક્ષાથી પણ વિચારવા ગ્ય છે. જેને પાર પામી ન શકાય એવા સંસાર-સમુદ્રમાં આચાર્યજી ફસાયેલા છે. અને તેમના વર્તમાન ભવ સુધી સંસાર-સમુદ્રની ચારે ગતિઓમાં તેમણે પરિભ્રમણ કર્યા કર્યું છે. તે પરિભ્રમણ કરતી વખતે તેમણે પ્રભુનું નામ પણ સાચી રીતે સાંભળ્યું નહિ હોય એમ આચાર્યજીને નિશ્ચયપૂર્વક લાગે છે. જે પ્રભુનું નામ સાંભળ્યું હોય અને તે મંત્રરૂપ નામનું મરણ કર્યું હોય તે નિશ્ચય છે કે કઈ પણ પ્રકારની આપત્તિ જીવને સતાવી શકે નહિ. આપત્તિનું અસ્તિત્વ એ જ સાબિત કરે છે કે પ્રભુ સ્મરણ યથાર્થ કરેલું નથી. આ ભવનો તેમનો અનુભવ છે કે જે કોઈ પાર્શ્વનાથ પ્રભુનું નામસ્મરણ કરે તે આપત્તિથી છૂટે છે. આચાર્યજી જે આપત્તિમાં ફસાયા છે તેનું કારણ તેમણે પૂર્વના ભવમાં પ્રભુનું નામ સાંભળ્યું ન હતું તે છે. પૂર્વકાળે જે શુદ્ધ મંત્રરૂપ નામ સાંભળ્યું હોત તે તેના પ્રભાવથી તેઓ આપત્તિથી છૂટી ગયા હતા. અહીં આચાર્યજી નામસ્મરણને શુદ્ધ મંત્રરૂપે ઓળખાવે છે. જ્યારે જીવ પ્રભુના નામને શુભભાવથી સ્મરે છે ત્યારે તે વિભાવભાવ કરતે અટકી જાય છે, અને પરિણામે નવાં કર્મબંધન કરતું નથી, એટલું જ નહિ પણ જૂનાં કર્મોને પણ અનેકધા નાશ કરે છે. જેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust