________________ 216 કલ્યાણમંદિર સ્તોત્ર રહેવું એ ખરેખર હૃદય ભેદાઈ જાય તેવા પરાભવના પ્રસંગમાંથી પસાર થવા બરાબર છે. હૃદય પર ઊંડો ઘા થાય અને લેહી નીંગળતા એ ઘાની જે તીવ્ર વેદના થાય, તેવી તીવ્ર વેદના આ પ્રકારના આકરા પ્રસંગોમાંથી પસાર થતી વખતે આચાર્યજીને થતી હતી. આ સ્તંત્રની રચના થઈ તે વખતે જ તેઓ શિવમંદિરમાં રાજા સમક્ષ ઉપસ્થિત હતા. તે વખતે રાજા અને ઉપસ્થિત લોકોની ભાવના એવી હતી કે આચાર્યજી શીવને ભાવપૂર્વકના નમસ્કાર કરે. તે વખતે શિવથી અતિ અતિ ઉચ્ચ દશાએ બિરાજમાન અને સમર્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુ આચાર્યજીના હદયમંદિરમાં રમતા હતા. આવા પ્રભુને છેડી તેઓ શિવને નમસ્કાર કઈ રીતે કરે ? નમસ્કાર ન કરે તો રાજા અને લોકોને રોષ વહોરવો પડે, એટલું જ નહિ ઉપસર્ગને ભેગ બનવાને પણ પ્રસંગ આવે, જો નમસ્કાર કરે તે પ્રભુની અશાતના કરવા ઉપરાંત પિતાના આત્માને દુઃખી કરવો પડે અને ભાવિના અનેક સંકટ ઊભા થાય. આમ આ દ્વિધાની પરિસ્થિતિ ખરેખર હદય છેદાઈ જાય અને જે તીવ્ર પીડા થાય તેવી તીવ્ર પીડા આપનારી આચાર્યજીને માટે હતી. આ એક જ પ્રસંગ તેમના જીવનમાં બન્યું હશે એમ કહી શકાય નહિ, વિતેલા સાત વર્ષના લાંબા ગાળામાં અનેક વાર આ પ્રકારની મુશ્કેલીમાંથી તેમને પસાર થવું પડયું હશે. અને અતિ દારૂણ વેદના પણ ભેગવવી પડી હશે. આવા બધા અનેક પ્રકારે કષ્ટો તથા તીવ્ર વેદના આપનારા પ્રસંગેની પરંપરામાંથી પસાર થતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust