________________ 214 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજની બાબતમાં એ પ્રમાણે જ પછીથી બન્યું હતું તે આપણે જાણીએ છીએ. રાજા તથા ઉપસ્થિત લોકો થયેલા ચમત્કારથી ખૂબ પ્રભાવિત થયા હતા. અને બધાએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો. વળી સંઘે પણ શેષ શિક્ષાકાળ માફ કરી, તેમને સંઘમાં લીધા હતા. અહીં એ પણ સમજવાનું છે કે આ હકીકત–આ કથન માત્ર આચાર્યજી માટે જ સત્ય છે એમ નથી, જે કઈ પ્રભુને સાચા ભાવથી સ્મરે, તે સર્વને માટે પણ તેમાં એટલી જ સત્યતા રહેલી છે. આ કડીની રચનામાં ક્રિયાપદ, કર્તા આદિ વ્યાકરણની રચના એ પ્રકારની છે કે તે માત્ર તેમને પિતાને જ અનુલક્ષીને રચાઈ હોય તેવી છાપ પડે, પણ તેના અર્થને અને સંદર્ભને તપાસતાં તે સર્વ કેઈને એકસરખી રીતે લાગુ પડી શકે તેવી છે. જે કોઈ સાચા ભાવથી પ્રભુનું સ્મરણ કરે તે આવેલી આપત્તિ તથા વિપત્તિથી મુક્ત થાય તે સિદ્ધાંત આ અને આ પછીની કડીએમાં વિશદતાથી ગૂંથાયેલે જોવા મળે છે. (35) जन्मांतरेऽपि तव पादयुगौं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् / / तेनेह जन्मनि मुनीश! पराभवानां जातो निकेतनमहं मथिताशयानाम् / / 36 . હે દેવ! જન્માંતર વિશે પણ આપનાં બે ચરણ જે, બળવાન ઇચ્છિત આવે તે મેં નહિ પૂજ્યાં હશે; : હે મુનીશ! હું તેથી કરીને જરૂર આ ભવને વિશે, સ્થળ હૃદયવેધક પરાભવનું તે થયે જાતે દિસે. 36 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust