________________ 198 કલ્યાણમંદિર સ્તોત્ર ગયું. આ અપેક્ષાથી વિચારતાં આચાર્યજી કહે છે કે તે લાગે છે કે, “હે દેવ! પ્રતિભવ દુખકારી તેહને તે તે થયો.” પ્રભુના આત્માને એક ભવમાં અત્યંત દુઃખ આપવા માટે અતિ રૌદ્ર પરિણામ કરવાથી કમઠ પિતાના અનંત ભવ હારી ગયે. તેનાં સુખ અને શાંતિ છીનવાઈ ગયા અને મહા દુઃખથી ભરેલા અનંત ભવને ભેગવટો કરવો પડે એવું ભાવિ તેનું નિશ્ચિત બની ચૂક્યું. ' કમઠના અતી તીવ્ર કષાયભાવ અને તેનાથી પરિણમતા ઉપસર્ગો પ્રભુને જરા પણ નુકશાન કરવા સમર્થ બન્યા ન હતા. સામાન્ય રીતે જે સંજોગોમાં જીવ કષાયવશ બની અનેક અપકૃત્ય કરવા પ્રેરાય તે સંજોગોમાં પણ પ્રભુ તે સ્થિર અને અડોલ જ રહ્યા હતા. આ પ્રસંગ પરથી આત્માની સ્વતંત્રતાને લગતો એક સુંદર સિદ્ધાંત આપણે સમજણમાં આવે છે. આપણી આજુબાજુના સંજોગો તથા આસપાસનું વાતાવરણ એ તે પૂર્વે બાંધેલાં કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. પણ પ્રાપ્ત થયેલા સંજોગોને કેવી રીતે સ્વીકારવા તથા તે માટે કેવા ભાવ રાખવા તે જીવની પોતાની સ્વતંત્રતાની વાત છે. સામો જીવ અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગ કરે તે વખતે નિમિત્તાધીન થઈ વર્તવું કે સ્થિર અને અડોલ રહેવું એ બાબતમાં જીવ સ્વતંત્ર રહી શકે છે. ધારે તો નિમિત્તાધીન થઈ વિશેષ કર્મોપાર્જન કરે અને ધારે તે પિતાનું વીર્ય પ્રવર્તાવી સ્થિર અને અડેલ રહી, પૂર્વ કર્મની નિર્ભર કરે. કમઠે જ્યારે પ્રાણઘાતક નીવડી શકે એવા ઉપસર્ગો કર્યા, ત્યારે શ્રી પાર્શ્વનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust