________________ 194 કલ્યાણમંદિર સ્તોત્ર ભયંકર અને એટલે મેટે છે કે સંજ્ઞી પંચેન્દ્રિયને ભેગવવા પડતાં કઈ પણ દુઃખમાં તે ભગવટો પૂર્ણ થતું નથી. એ ભેગવવા માટે તે તેને અનંતકાળ સુધી સંજ્ઞી પંચેન્દ્રિયપણું ત્યાગી અસંસીપણે પરિભ્રમણ કરવું પડે છે અને અનંત પ્રકારનાં અનંત દુઃખે ભેગવવાં પડે છે. તીવ્ર કષાયને વશ બની ઉપસર્ગ કરવા પ્રેરીતે જીવ, પિતાને ભાવિમાં શું શું ભેગવવું પડશે તે વિચારતું નથી, અને આવેશને વશ થઈ અત્યંત હીન કૃત્ય તે કરે છે, જેના પરિણામે તે અનંતકાળ અસંસીપણું વીતાવે છે. આમ આત્માના મૂળ સ્વભાવ શાંતિને બદલે અશાંતિમાં અનંતકાળ વ્યતીત કરે છે. આવું જ ધૂંધળું કમઠનું ભાવિ છે. તેણે પ્રભુ પ્રતિ આવેશને વશ થઈ જે જે ઉપસર્ગો કર્યા, તેના પરિણામે તેને અનેક વખતની નરકગતિનાં દુઃખે ઉપરાંત, અનંતકાળના અસંસીપણાના દુઃખ વચ્ચે કાઢ પડશે. તેને આવા ભાવિનું સૂચન આપણને આ કડીમાં મળી રહે છે. અને એનું દુઃખદાયક ભાવિ આપણામાં તે જીવ માટે કરુણું પ્રગટાવે છે. વળી, જે કઈ જીવ આવા દારુણ દુઃખોથી છૂટવા ઈચ્છતા હોય તેણે, આ પ્રકારના તીવ્ર કષાયોને કદી, કેઈ પણ સંજોગોમાં વશ ન થવું એવી શુભ ચેતવણી પણ આ કડીમાંથી મળી રહે છે. કમઠને જીવ આટલા ઉપસર્ગ કરીને અટકી જતું નથી, તે તે પિતાની નિષ્ફળતાથી વિશેષ કુદ્ધ થઈ, વધુ આકરા ઉપસર્ગ કરવા પ્રતિ વળે છે, અને વિશેષ કર્મબંધના ફાંદામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust