________________ કલ્યાણમંદિર સ્તોત્ર 193 - અશુભ કૃત્ય પિતે જ તલવાર જેવું છે. જે કંઈ અશુભ કરવામાં આવે કે ઈચ્છવામાં આવે, તેનું પરિણામ દુઃખમાં જ આવે છે. કેઈનું અશુભ ચિંતવવામાં આવે છે, જેના વિશે ચિંતવન કરવામાં આવ્યું હોય તે જીવન અશુભનો યુગ અને ઉદય હોય તે જ તેનું અશુભ થાય છે; પણ તેને થકી ચિંતવનારનું તે અશુભ થાય જ છે. અને તેનાથી ઉલટું જે કેઈને માટે શુભ ચિતવવામાં આવે છે, જેના વિશે ચિંતવન કરવામાં આવ્યું હોય, તે જીવને જે શુભને વેગ અને ઉદય હોય તે જ તેનું શુભ થાય; પણ તે થકી ચિતવનારનું તો શુભ થાય જ છે; આ કર્મસિદ્ધાંત છે. તેમાં પણ કોઈ શુદ્ધ થવા મથતા, સાચે માર્ગે આગળ વધતા જીવ માટે શુભ કે અશુભ ચિતવવામાં આવે છે તે અત્યંત મોટા ફળને આપે છે. જે એવા જીવ માટે અશુભ ચિતવે તે તે ચિંતવન તીર્ણ તલવારનું કાર્ય કરે છે, ચિંતવનાર માટે તે તીવ્ર પીડારૂપે ભેગવવાનું આવે છે. અને તેમાં ય જે ચિંતવીને ન અટકતાં, તે અશુભ ચિંતવન કાર્યમાં પરિણમે, દ્રવ્યથી પીડા આપવાની પ્રવૃત્તિમાં પરિણમે છે તે કાર્યનું પરિણામ તીકણ બૂરી તલવારના ઘા જેવું નીવડે છે. કમઠ દૈત્યે કેવળજ્ઞાન લેવા મથતા પાર્શ્વનાથ પ્રભુના આત્માને વરસાદ, વીજળી, ગડગડાટ આદિથી પીડા આપવા ઉદ્યમ કર્યો. તે તેનું પરિણામ તીણ બૂરી તલવારના ઘા જેવુ આવે તે સહજ છે. આ કૃત્યનું પરિણામ, ઉત્કૃષ્ટ આયુષ્ય સાતમી નરકના અવર્ણનીય દુઃખ ભેગાવવાથી પૂરું ભેગવાતું નથી. આ કૃત્યથી થતે કર્મબંધ એટલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust