________________ 190 કલ્યાણમંદિર સ્તોત્ર લાગ્યું. અને ધીમે ધીમે પાણીની સપાટી વધવા લાગી. પ્રભુના આસનની સપાટી સુધી પાણી આવવા છતાં પણ પ્રભુ પિતાના ધ્યાનથી જરાય ચલિત થયા નહિ, બલકે વિશેષ ધ્યાનમગ્ન બન્યા. આમ પાણીની સપાટી કેમે ક્રમે વધતાં વધતાં પ્રભુના કંઠ જેટલે ઊંચે આવી ગઈ, કે જ્યારે કમઠને લાગ્યું કે હવે ડી ક્ષણમાં જ પ્રભુને પૂરેપૂરા પાણીમાં ડૂબાડી પિતાની દુષ્ટ ઈચ્છા પુરી કરી શકાશે, પરંતુ તે ક્ષણે આવે તે પહેલાં જ પ્રભુના પૂર્વના શુભ અણાનુબંધી ધરણેન્દ્ર દેવનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્ર તેનું કારણ જાણવા ઉપગ મૂક્યો તે અવધિજ્ઞાનથી તેમને પ્રભુના દેહને પડતું કષ્ટ જણાયું. તત્ક્ષણ ધરણેન્દ્ર પૃથ્વી પર આવ્યા અને પિતાના પૂર્વભવના ઉપકારી પ્રભુ ઉપર, સર્ષ સ્વરૂપે સાત ફેણા પ્રગટાવી પ્રભુના મસ્તકને છાયા કરી તથા પૂંછડીથી આસન બનાવી, પ્રભુને તેના પર લઇ, પાણીની સપાટી જેટલે ઊંચે લાવી, તેમનું રક્ષણ કરવા લાગ્યા. જેમ જેમ વરસાદનું જોર વધતું ગયું, અને પાણીની સપાટી વધતી ગઈ તેમ તેમ ધરણેન્દ્ર પ્રભુને ઊંચા ને ઊંચા કરતા ગયા, અને માથે ફેણની છત્રી રાખી રક્ષણ કરતા રહ્યા. આ સમયે પ્રભુ તે પિતાના ધ્યાનમાં મગ્ન જ હતા, ઉપસર્ગ કરનાર કમઠ પ્રતિ લેશ પણ દ્વેષ નહોતે તથા રક્ષણ કરનાર ધરણેન્દ્ર પ્રતિ લેશ પણ રાગ નહોતે, તેઓ તે સમભાવે આત્મામાં સ્થિર જ રહ્યા હતા. લેશ પણ ધ્યાનથી ચુત થયા નહોતા. આ અવસ્થા માટે શ્રીમદ્ રાજચંદ્ર એક પત્રમાં લખ્યું છે કે, “નાગની છત્રછાયા વેળાના પાર્શ્વનાથ ઓર જ હતા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust