________________ 184 કલ્યાણમંદિર સ્તોત્ર લીધા પહેલાં પૂર્ણ થાય છે, અને સર્વપણું પામ્યા પછી એ પુરુષાર્થ અતિ મંદ થઈ જાય છે. તેમાં શ્રી ગણધર પ્રભુ પણ અપવાદ નથી. માત્ર એક અપવાદરૂપ શ્રી તીર્થંકર પ્રભુ જ છે કે જેઓ આ કાર્ય સર્વજ્ઞ થયા પછી કરે છે, તે પહેલાં કરતાં નથી. આ એમની વિશેષતા–વિચિત્રતા છે. - આ કડીમાં શ્રી તીર્થંકર પ્રભુનાં કેટલાક ગુણોનો પરિચય આપણને શ્રી આચાર્યજીએ કરાવ્યું છે. આચાર્યજી પ્રભુને વિશ, જનપાલક, ઈશ અને દેવ એ ચાર સંબોધનથી નવાજે છે. સાથે સાથે તેમની ઓળખ આપણને આ રીતે કરાવે છે; દુખે કરીને જાણી શકાય તેવા, કર્મથી રહિત અને મેક્ષ સ્વભાવી અજ્ઞાનીને તારનાર અને ત્રણે લેકના વિકાસના હેતુરૂપ જ્ઞાનને કુરાવનાર. સંબોધનને વિચાર કરીએ ત્યારે પ્રભુનાં બાહ્ય સામર્થ્ય અને સિદ્ધિને આપણને લક્ષ થાય છે ત્યારે પરિચય રૂપ વચનથી તેમનાં આંતર-સામર્થ્ય અને કાર્યની સમજણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતાં આ કડીને વિશેષ પ્રકારે મહત્વ આપવું એગ્ય છે. * આ સ્તોત્રની ત્રીશમી કડી સુધી પ્રભુનાં ગુણે, પ્રભુનું કાર્ય, તેમના અતિશયોનું વર્ણન આચાર્યજી કરે છે. અહીં સુધી પ્રભુનાં સાતા વેદનીય, શક્તિ વગેરેને આપણને પરિચય કરાવ્યા પછી આચાર્યજીની વાણી એકત્રીશમી કડીથી ન વળાંક લે છે. તેમાં પ્રભુ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન પ્રગટાવવા માટે વિચરતા હતા તે વખતના કઠીન પ્રસંગેનું વર્ણન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust