________________ 182 કલ્યાણમંદિર સ્તોત્ર શું જણાવવા માગે છે, તે વિચારતાં રહસ્ય કેયડે ઊભે થાય છે. પણ જ્યારે બંને શબ્દોના બીજા અર્થને લઈએ છીએ ત્યારે આ પંક્તિને સુસંગત ધ્વનિ સમજાય છે. જુઓ, “હે ઈશ્વર! તમે મેક્ષસ્વભાવી હોવા છતાં કમલેપથી રહિત છે. " પ્રભુએ જન્મ-જરા-મરણના દુઃખનું સર્જન કરનાર સર્વ કર્મનો નાશ કર્યો છે, આથી તેઓ શાશ્વત-અક્ષર અર્થાત્ નાશ ન પામે તેવા બન્યા છે. આવા શાશ્વત ક્યારે બની શકાય? જ્યારે આત્મા સર્વ કર્મથી મૂકાય ત્યારે. આમ પ્રભુ અક્ષર બનાવાથી લિપિથી-કર્મલેપથી રહિત બન્યા છે એ વચન યથાર્થ સમજાય છે. વળી આ બીજો અર્થ સમજાતાં પ્રભુના સહજ સ્વભાવને પરિચય પણ આપણને થાય છે. પ્રભુ શુદ્ધ બને એટલે તેમને આત્મા શાશ્વત અને કર્મ રહિત થઈ અનંત આનંદને ભગવટો કરે છે. પ્રસ્તુત કડીની ત્રીજી તથા ચેથી પંક્તિ પણ શ્લેષ અલંકારવાળી છે. આ પંક્તિઓમાં “અજ્ઞાનવત” શબ્દ દ્વિઅર્થી હોવાથી, તેના આધારે વિરોધ અને તેના શમનની રચના થઈ છે. “જ્ઞાનવ” એટલે (1) અજ્ઞાનવાન અને (2) અજ્ઞાનીઓને પણ તારનાર. આમાં પ્રથમ અર્થે લઈ પંક્તિઓ સમજતાં રચના જ અસંબદ્ધ જણાય છે. “હે દેવ! તમે અજ્ઞાનવાન છે, તથાપિ જગતને બોધ પમાડનાર જ્ઞાન આપને વિશે હંમેશાં કુરે છે.” જે અજ્ઞાની હોય તે જગતને બોધ આપનાર જ્ઞાન કેવી રીતે પ્રગટાવે? જેની પાસે જે ન હોય તે તેનું દાન કેવી રીતે કરે? વળી જે અજ્ઞાનથી સહિત હોય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust