________________ કલ્યાણમંદિર સ્તોત્ર 185 જોવા મળે છે. ૩૦મી કડી સુધી જેમની સાથે શુભ સંબંધ છે, જેઓ તેમના ચરણમાં વસે છે તેમના વિશે આપણને જાણવા મળ્યું. એકત્રીશમી કડીથી જેઓ તેમના વિરુદ્ધ છે, તેમની સાથે અશુભ સંબંધમાં રહ્યા છે એવા વિરોધપક્ષનું દર્શન અને દશા જોવા મળે છે. 30. प्राग्भारसंभृतनभांसि रजांसि रोषात् उत्थापितानि कमठेन शठेन यानि / छायाऽपि तैस्तव न नाथ! हता हताशो પરંતવમીમિરયમેવ જે કુરારમા | રૂ? આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્ય ક્રોધથી ઉડાડી સ્વામી આપને, - છાયા પરંતુ નાથ! તેથી આપની ઢંકાઈ નથી, * ઉલટો છવાયે દુષ્ટ પિતે કૃત્ય પિતાનાં થકી. 31 - શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવે, તીર્થપદ પ્રવર્તાવ્યું તે પહે લાનાં છ ભવે, તે ભવના ભાઈ સાથે વેર સંબંધ બાંધ્યો હતો. આ સંબંધ બંધાઈ ગયા પછી પાર્શ્વનાથ પ્રભુને જીવ મોક્ષમાર્ગમાં આવી વિકાસ કરવા લાગ્યો, અને તેમણે વેર છોડી દીધું. પરંતુ તેના ભાઈને જીવ આ માર્ગને અરુચિવાન હતે. તેથી તેને તે એ વેર શલ્યની પેઠે ખૂંચતું હતું. તે તે આ વેરભાવને બદલે લેવા ખૂબ તલસતે હતો. આથી તે પછીના પ્રત્યેક ભવે તે ભાઈને જીવ પાર્શ્વનાથ પ્રભુના જીવને ઘોર ઉપસર્ગ કરી, દેહત્યાગની અવસ્થા સુધી લઈ જતું હતું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust