________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે તે શી રીતે ? કારણ કે જેઓ આ સંસાર સમુદ્રને સરે છે તેઓ આપને પિતાના હૃદયમાં ધારણ કરીને તરતા હોવાથી, તેઓ આપને તારતા હોય એમ જણાય છે. આથી તમે ભવિજનેના તારક કહેવાઓ છે તે આશ્ચર્ય લાગે છે. તેમ છતાં ચામડાની મસકનો વિચાર કરવામાં આવે છે ત્યારે તે આશ્ચર્ય સમાય છે. ચામડાની મસકમાં ભરેલ વાયુ તે મકને પાણી ઉપર તારે છે, તેવી જ રીતે ખરેખર આપ પણ ભવિજનના હૃદયમાં રહીને તેમને તારો છે.” * આઠમી કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે કે જે જીવના અંતરમાં પ્રભુ બિરાજે છે, તે જીવ કર્મોથી જલદી મૂકાય છે, એટલે કે પ્રભુ એ સંસાર-સમુદ્ર તરવા માટે નૌકા સમાન છે. તેમના આ તારક ગુણને આચાર્યજી આ કડીમાં સાશ્ચર્ય જણાવે છે. સામાન્ય રીતે તારક નીચે અને તરનાર ઉપર એવી રચના હોય છે. જેમ કે લાકડું પાણીમાં તરે છે, સાથે સાથે તેના પર જે જીવ કે સામાન હોય તેને પણ તે તારે છે. પરંતુ તરનાર ઉપર તારનાર હોય તે તરનાર ડૂબી જાય. લાકડાની નીચે તારવાની વસ્તુ રાખવામાં આવે તે તે વસ્તુ પાણીમાં ડૂબી જાય, માત્ર લાકડું જ તરે. આથી આચાર્યજીને આશ્ચર્ય લાગે છે કે પ્રભુ તરનાર છે કે તારનાર ? પ્રભુ તારનાર હોય તે તે તેઓ નીચે હોવા જોઈએ, અને તેમના ઉપર સંસારી જીવ હવે જોઈએ. તેને બદલે તે ઉલટો ઘાટ જેવા મળે છે કે સંસારી જીવ નીચે અને ઉપર પ્રભુ હેય છે. આ ઘટનાથી આશ્ચર્ય પામી આચાર્યજી કહે છે કે તમે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust