________________ કલ્યાણમંદિર સ્તોત્ર માટે તે આનાથી સાવ જુદો જ માર્ગ નિણિત કરાયેલ છે. તેમાં સંસારમાં જોવા મળતી સ્વાર્થવૃત્તિને સ્થાન નથી કે નથી મળતું સ્વાર્થની વેલને જરાય પિષણ. અને આ જ કલ્પનામાં પણ ન આવે તે પ્રભુને મહિમા છે. પ્રભુ જ સર્વને પિતા સમાન બનાવે છે, અને તેઓ જેના હૃદયમાં પ્રવેશે તેના હૃદયના ભાવો પણ એવા બનાવે છે કે સર્વ જીવ કલ્યાણ પામી, પ્રભુ સમાન બને. આ ભાવનાના પરિણામે, સ્વાર્થની ભારેખમ વૃત્તિ છૂટવાને કારણે પ્રભુને ધારણ કરનાર જીવ અલ્પ સમયમાં ભવસમુદ્ર તરી જાય છે અને અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. (12) कोधस्त्वया यदि विभो प्रथम निरस्तो ध्वस्तस्तदा वद कथकिल कर्मचौराः ? / प्लोषत्यमुत्र यदि वा शिशिरऽपि लोके नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ? / / 13 હે ઈશ જ્યારે પ્રથમથી આપે હણે તે કોઈને, આશ્ચર્ય ત્યારે કેમ બાળ્યાં કર્મરૂપી ચેરને અથવા નહિ આ અવનિમાં શું દેખવામાં આવતું, શીતળ પડે જે હિમ તે લીલા વનને બાળતું. 13 શ્રી પાર્શ્વનાથ પ્રભુને ગુણેની સ્મૃતિ લેતા શ્રી સિદ્ધસેન દિવાકર સમક્ષ આશ્ચર્યની પરંપરા જ ખડી થયેલી જોવામાં આવે છે. આવું જ એક આશ્ચર્ય આ કડીમાં સમાયેલું જોવા મળે છે. આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! આપે જે ક્રોધરૂપી અગ્નિને નાશ પ્રથમથી જ કર્યું હતું, તે પછી કર્મરૂપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust